બેડી યાર્ડના વેપારીઓ અને વોર્ડ નં.6ના રહેવાસીઓને મચ્છરોના ત્રાસમાંથી મળી મુક્તિ
રાજકોટ બેડી યાર્ડની પાછળ આવેલ આજી નદીમાં જળકુંભી વનસ્પતિ ખુબ જ મોટા પ્રમાણમાં ઊગેલ હોવાથી આસપાસના વિસ્તારમાં મચ્છર તેમજ અન્ય જીવ જંતુઓનો ઉપદ્રવ ખુબ જ પ્રમાણમાં રહેતો હોવાથી લોકોનાં સ્વાસ્થ્યનાં જાહેર હિતને ધ્યાને લેતા, આ ગાંડી વેલને દુર કરવા માટે જરૂરી મશીનની ખરીદી મહાપાલિકા દ્વારા કરવામાં આવી છે.
આ મશીન દ્વારા જળકુંભી વનસ્પતિ દુર કરવાની કામગીરી 1 જાન્યુઆરીથી રાજકોટ બેડી યાર્ડની પાછળ આવેલ આજી નદીમાં શરૂ કરવામાં આવી હતી. આ મશીન દ્વારા સો પ્રથમ (ગાંડી-વેલ)ને મશીન દ્વારા નદીમાંથી મશીનમાં ભર્યા બાદ તેને (જળકુંભી – ગાંડી-વેલ)ને કિનારા પર ઠાલવવામાં આવે છે, કિનારા પરની ગાંડી-વેલને ત્યારબાદ લોડર એક્સેવેટરની મદદથી ડમ્પરમાં ભરી નાકરાવાડી ખાતે નિકાલ કરવામાં આવે છે.
બીજી મશીન ખરીદી તેના દ્વારા પ્રદ્યુમન પાર્ક બાજુમાં લાલપરી તળાવ ખાતેથી જળકુંભી (ગાંડી વેલ) વનસ્પતી દુર કરવા માટે મુકવામાં આવી હતી. આ મશીનની મદદથી તા.25-03-2021 સુધીમાં, પ્રદ્યુમન પાર્ક બાજુમાં લાલપરી તળાવમાં થયેલ જળકુંભી (ગાંડી વેલ) વનસ્પતી સંપૂર્ણ દુર કરવામાં આવેલ. રાજકોટ બેડી યાર્ડ પાછળ આવેલ આજી નદીમાં કે જ્યાં જળકુંભી વનસ્પતિને કારણે મચ્છર તેમજ અન્ય જીવજંતુઓનો ઉપદ્રવ ખુબ જ પ્રમાણમાં રહેતો હોવાથી લોકોનાં સ્વાસ્થ્યનાં જાહેર હિતને ધ્યાને લઇ આ બીજું મશીન પણ તારીખ 26-03-2021 થી બેડી યાર્ડની પાછળ આવેલ આજી નદીમાં કામગીરી કરવા માટે ઉતારવામાં આવેલ.
હાલમાં ચોમાસાની ઋતુમાં થયેલા ભારે વરસાદનાં કારણે પ્રદ્યુમન પાર્કની બાજુમાં લાલપરી તળાવમાં ફરીથી આ જળકુંભી (ગાંડી વેલ) વનસ્પતી ઉપરવાસમાંથી ધસી આવેલ હોય, આ સંબંધિત વિસ્તારમાં મચ્છર તેમજ અન્ય જીવ જંતુઓનો ઉપદ્રવ ખુબ જ પ્રમાણમાં રહેતો હોવાથી લોકોનાં સ્વાસ્થ્યનાં જાહેર હિતને ધ્યાને લેતા આ વિસ્તાર વોર્ડ નં. 6 ના કોપરેટરઓ દ્વારા આ જળકુંભી (ગાંડી વેલ) વનસ્પતી દુર કરવા માટેની રજૂઆત કરી હતી.
પ્રદ્યુમન પાર્કની બાજુમાં લાલપરી તળાવમાં મુકવામાં આવેલ અને સમગ્ર તળાવની સફાઈ હાથ ધરવામાં આવેલ છે. હાલમાં આ મશીનો બેડી યાર્ડની પાછળ આવેલ આજી નદીમાં કાર્યરત છે. જેના દ્વારા 70 % જેટલી નદીની સફાઈ સફળતાપૂર્વક કરવામાં આવેલ છે. બાકી રહેલ કામગીરી હાલમાં ચાલુ છે. જે આગામી સમયમાં પૂર્ણ થયે રાજકોટ શહેરમાં અન્ય કોઈ જગ્યા પર જરૂરિયાત મુજબ આ મશીનનો ઉપયોગ કરવામાં આવશે. આ બંને મશીનો દ્વારા આજ સુધીમાં અંદાજે કુલ 4700 ટન જેટલી (ગાંડી વેલ)નો નિકાલ કરવામાં આવેલ છે.