વિતેલા જમાનાના અભિનેતા જીતેન્દ્ર ઉર્ફે રવિકપુર પર ૭૫ વર્ષની વયે જાતિય શોષણનો આરોપ મુકાયો છે. આ કેસ તાજો ની પરંતુ ૪૭ વર્ષ જૂનો છે. આ આરોપ બીજા કોઈ નહીં પરંતુ જીતેન્દ્રની પિતરાઈ બહેને હિમાચલ પ્રદેશમાં ડીજીપીને જાતિય શોષણની ફરિયાદ કરી હતી.

લેખીત ફરિયાદમાં તેણે દાવો કર્યો છે કે, અભિયાનના કારણે તેનામાં આ ઘટના બહાર લાવવાની આટલા વર્ષો પછી હિંમત આવી છે. બીજીબાજુ જીતેન્દ્રએ આ આરોપોને ફગાવી દેતા કહ્યું હતું કે, મારા વિરોધીઓએ મારી વિરુધ્ધ આ એક ગંદુ કાવતરુ રચ્યું છે. ડીજીપી સીતારામ મરાન્ડીએ કહ્યું હતું કે, અત્યારે એફઆઈઆર નોંધવામાં આવી ની. હાલ તુર્ત સીમલાના એસપીને કેસની તપાસ સોંપવામાં આવી છે. ઘટનાની પૂરી ખરાઈ કર્યા બાદ જ અભિનેતા જીતેન્દ્ર સામે એફઆઈઆર નોંધવામાં આવશે.

ફરિયાદી મહિલાએ લેખીત ફરિયાદમાં લખ્યું છે કે, ૧૯૭૧માં જીતેન્દ્ર ૨૮ વર્ષના હતા અને હું ૧૮ વર્ષની હતી. મારા પિતાની મંજૂરી લઈને જીતેન્દ્ર મને કારમાં સીમલા લઈ ગયા હતા. અમે મોડી રાત્રે સીમલા પહોંચ્યા હતા. ત્યારે સીધા જ હોટલ પર આરામ કરવા ગયા હતા. જો કે, મને અલગ બેડવાળા રૂમમાં મુકીને જીતેન્દ્ર ક્યાંક બહાર જતા રહ્યાં હતા અને પછી મોડી રાત્રે પાછા ફર્યા હતા. ત્યારે તેઓ મારા રૂમમાં આવ્યા હતા અને હું સુતી હતી ત્યારે ભર ઉંઘમાં જ મા‚ જાતિય શોષણ કર્યું હતું.

અહીં સવાલ એ થાય છે કે, આશરે પાંચ દશકા બાદ કેમ ફરિયાદ કરવામાં આવી ? મહિલાએ ફરિયાદમાં આટલા વર્ષના વિલંબનું કારણ લખ્યું છે કે, જીતેન્દ્ર તેની ફૈબાના પૂત્ર છે. પિતા જીવતા હતા ત્યાં સુધી તે પિતરાઈ જીતેન્દ્ર વિરુધ્ધ આ પગલું ઉઠાવી શકે તેમ ન હતી. હવે પિતાનું અવસાન ઈ ચૂકયું છે ત્યારે ૧૯૭૧માં જીતેન્દ્રએ મારી સો જે કર્યું તેની સજા તેમને કેમ ન મળે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.