સુરેન્દ્રનગર, ચોટીલા, ટીંબા, ભોયકા, નાના ગોરૈયા અને દાધોળીયામાં દરોડા
રોકડ, કાર, મોબાઇલ, બાઇક સહિત કુલ રૂ. ૮,૭૫,૭૨૦નો મુદ્દામાલ જપ્ત કર્યો
સુરેન્દ્રનગર શહેરના પોપટપરા, વઢવાણની વોરાવાડ, ટીંબા, ચોટીલા, પાટડીના નાના ગોરૈયા, લીંબડીના ભોયકા, સાયલાના સીતાગઢ, મૂળીના દાધોળીયા ગામે પોલીસે જુગારની રેડ કરી હતી. જેમાં ૪૭ શખ્સો રોકડ, મોબાઇલ, કાર અને બાઇક સહિત રૂપિયા ૮,૭૫,૭૨૦ના મુદ્દામાલ સાથે પકડાયા હતા. આ દરોડા દરમિયાન સીતાગઢમાં ૨ અને દાધોળીયામાં ૨ શખ્સો ફરાર થઇ ગયા હતા.
ચોટીલાના યોગીનગરમાં રહેતા જયંવત શાંતુભાઇ વાળાની હાઇવે પર આવેલી ઓફીસમાં એલસીબી ટીમે દરોડો કરી જુગાર રમતા પાળીયાદના ભુપત કનુભાઇ ધાધલ, ચોટીલાના મંગળુ દાદ ખાચર, વીંછીયાના દીલીપ આપા પટગીર, ચોટીલાના અશોક દુર્લભજી કોટેચા, ખેરાણાના ઉમા વિનુ ધાધલ અને ઓફીસના માલીક જયંવત શાંતુ વાળાને રૂ. ૮૫,૨૬૦, ૫-મોબાઇલ કિં.૧૪,૫૦૦, સહીત ૯૯,૭૬૦ના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતાં. જ્યારે વઢવાણના ટીંબામાં વઢવાણ પોલીસે ગણપત હરજીવન વાઘેલા, સંજય મગન ચૌહાણ, રમેશ હરજીવન વાઘેલા, નરોતમ રામજી ચૌહાણ, મુકેશ હરજીવન વાઘેલા, કાકુભા પનુભા સોયા, કૈલાશપરી જીવણપરી ગોસાઇ, જયેશ હરજીવનભાઈ વણોલને રૂ. ૧૦,૬૩૦ની રોકડ સાથે ઝડપી લીધા હતા. જયારે પોપટપરા શેરી નં. ૧માં જુગાર રમતા સતીશ ખોડીદાસ મકવાણા, સંજય પ્રભુ નાકીયા અને મનીશ લાભુ કઠેચીયા રૂે ૩૬૬૦, ૨ મોબાઇલ રૂ. ૪ હજાર સહિત રૂપિયા ૭૬૬૦ના મુદ્દામાલ સાથે પકડાયા હતા. વઢવાણ વોરાવાડ દરગાહ બાજુની ગલ્લીશેરીની ખૂલ્લી જગ્યામાં રજાક મહેબુબભાઈ વંથલા, મહોસીન ઉંમરભાઈ પીપરવાડીયા, મહમદ અસ્માઇલભાઈ પીપરવાડીયા, સાદીક અબ્બાસભાઈ જરગેલા, સીરાજ સતારભાઈ વંથલાને જુગાર રમતા રૂ. ૫૯૦૦ના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા.
પાણશીણા પોલીસ મથકના તાબા હેઠળ આવતા લીંબડી તાલુકાના ભોયકામાં પીએસઆઈ આર.જે.જાડેજા સહિત પોલીસ રેડ કરી સ્ટ્રીટ લાઈટના અજવાળે ગુડદીપાસાનો જુગાર રમતા મહેન્દ્રસિંહ રાણા, પુર્વરાજસિંહ ઝાલા, પ્રવિણ વડસલા, નરેન્દ્રસિંહ જાડેજા, મહીપાલસિંહ ઝાલા, પંકજ પરમાર, સંજય મકવાણા અને હિતેષ મકવાણા રોકડ ૩૬,૮૦૦ રૂ, મોબાઈલ નંગ-૯ રૂ. ૨૮,૦૦૦, બાઈક ૪.રૂ. ૧.૮૦ લાખ અને ૪૦ રૂ.ના પ્લાસ્ટીકના ગ્લાસ મળી કુલ ૨,૪૪,૮૪૦ રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો હતો.
મૂળી તાલુકાના સરા આઉટપોસ્ટનાં રોહિતભાઇ રાઠોડ, રાજપાલસિંહ સહિતનાં પેટ્રોલિંગમાં હતા ત્યારે દાધોળીયા ગામે જુગાર રમતા દાધોળીયાના ધરમશી મેધા ઝાંબુકિયા, સુરેશ નરશી મેવાડા, ખોડા ભીમા ઝેઝરીયા તેમજ રમેશ અમરશી જાંબુકિયા પકડ્યા હતાં. જયારે માલા ભીમા ઝેઝરીયા ભાગી છુટ્યો હતો. પોલીસે સ્થળ પરથી ૧૭,૫૭૦ રોકડા, ચાર મોબાઇલ સહિત રૂ. ૩૨,૫૭૦નો મુદામાલ જપ્ત કર્યો હતો.
પાટડી તાલુકાના નાના ગોરૈયા ગામની સીમમાં ગંજીપાના વડે પૈસાની હારજીતનો જુગાર ધમધમતો હોવાની બાતમીના આધારે બજાણા પીએસઆઇ એમ.કે.ઇસરાની, એએસઆઇ એમ.એમ.ચુડાસમા, આર.જે.મીઠાપરા, પી.એન.ઝાલા, શૈલેષભાઇ, સંદિપભાઇ, દેવેન્દ્રભાઇ અને નરેશભાઇ મેરે જુગાર અંગેનો દરોડો પાડ્યો હતો. આ જુગારમાં બજાણા પોલિસે કડી અને દેત્રોજના ૧૦ જેટલા જુગારીઓને ગંજીપાના અને રોકડ રૂ. ૧૮૯૦૦૦ અને મોબાઇલ નંગ- ૮, કિંમત રૂ. ૮૨૫૦૦ મળી કુલ રૂ. ૨૭૧૫૦૦ના મુદામાલ સાથે તમામની અટક કરી બજાણા પોલિસ મથકના એમ.એમ.ચુડાસમા વધુ તપાસ ચલાવી રહ્યાં છે.