કરોડો ક્રિકેટ પ્રેમીઓ ક્રિકેટ ફિવરમાં જકડાશે: ચોક્કા-છગ્ગાની રમઝટ બોલશે: આજે ભવ્ય ઓપનીંગ સેરેમની બાદ હૈદરાબાદ અને બેંગ્લોર વચ્ચે જંગ
આજથી ભારતના કરોડો ક્રિકેટ પ્રેમીઓ સતત ૪૭ દિવસ સુધી ક્રિકેટ ફિવરમાં જકડાશે. બીસીસીઆઇની હાઇપ્રોફાઇલ ઇન્ડિયન પ્રિમીયર લીગની દશમી સિજનનો આરંભ થઇ રહ્યો છે. આજે હૈદરાબાદ અને બેંગ્લોર વચ્ચે પ્રારંભીક મુકાબલો ખેલાશે. ૪૭ દિવસમાં કુલ ૬૦ મેચો રમાશે. ૨૧મી મેના રોજ હૈદરાબાદમાં ફાઇનલ મેચ રમાશે.
વિશ્વની સૌી આકર્ષક અને ધનાઢ્ય ટી૨૦ ક્રિકેટ ટુર્નામેન્ટ ઇન્ડિયન પ્રીમિયર લીગનો આજી પ્રારંભ શે. હૈદરાબાદ ખાતે
ગયા વર્ષની ચેમ્પિયન સનરાઇઝર્સ હૈદરાબાદ અને રોયલ ચેલેન્જર્સ બેંગલોર વચ્ચે પ્રારંભિક મુકાબલો શે, એ અગાઉ ટુર્નામેન્ટનું ઉદઘાટન શે. આ વખતે તમામ કેન્દ્ર પર પહેલી મેચ અગાઉ ઉદઘાટન સમારંભ યોજાશે. રાત્રે ૮.૦૦ કલાકે મેચનો પ્રારંભ શે. જોકે આ વખતે ઘણા સ્ટાર ખેલાડી ઇજાને કારણે રમી શકવાના ની. કેટલાક ખેલાડી સમગ્ર ટુર્નામેન્ટ ગુમાવવાના છે તો કેટલાક પ્રારંભિક મેચો ગુમાવવાના છે. આ રીતે બેંગલોરનો નિયમિત સુકાની વિરાટ કોહલી બુધવારે રમી શકવાનો ની. જોકે કોહલી આગામી સપ્તાહમાં રમે તેવી શક્યતા છે. બુધવારે કોહલીને સને શેન વોટ્સન બેંગલોરની આગેવાની લેશે.
વિરાટ કોહલી સિવાય ઘણા ભારતીય ખેલાડી આ વખતની ટૂર્નામેન્ટમાંી આઉટ ઈ ગયા છે જેમાં મુરલી વિજય, રવિચંદ્રન અશ્વિન, લોકેશ રાહુલ અને રવીન્દ્ર જાડેજા મુખ્ય છે. પ્રારંભિક તબક્કામાં કેટલાક ખેલાડીની ગેરહાજરીને કારણે ટૂર્નામેન્ટનો પ્રારંભ ફિક્કો પડી ગયો છે. જોકે ક્રિસ ગેઇલ જેવા ખેલાડી હજી પણ આકર્ષણનું કેન્દ્ર બની રહ્યા છે. ગેઇલ બુધવારે પ્રમ મેચમાં હૈદરાબાદ સામે રમવાનો છે.
સનરાઇઝર્સ હૈદરાબાદ :
આ ટીમ હંમેશાં અંડરડોગ્સ રહી છે. તેમ છતાં તે ઘણા અપસેટ સર્જી ચૂકી છે અને તેમાં સૌી યાદગાર ગયા વર્ષની ફાઇનલ હતી જેમાં તેણે હોટ ફેવરિટ બેંગલોરને હરાવીને ટાઇટલ જીત્યું હતું. ડેવિડ વોર્નરની ટીમને હવે અંડરડોગ્સ કહેવાય નહીં પરંતુ તેમ છતાં ગેઇલ સામે તેઓ કેવી રમત દાખવે છે તે જોવાનું રહેશે. ટીમમાં ડેવિડ વોર્નર, શિખર ધવન, યુવરાજસિંઘ અને નમન ઓઝા જેવા બેટ્સમેન છે તો બોલિંગમાં અનુભવી આશિષ નહેરાની સો ભુવનેશ્વર કુમાર અને બાંગ્લાદેશનો પ્રતિભાશાળી બોલર મુસ્તાફિઝુર રહેમાન છે.
રોયલ ચેલેન્જર્સ બેંગલોર :
વિરાટ કોહલી પ્રારંભમાં રમવાનો ની પણ તેની ટીમ એવી અપેક્ષા રાખશે કે તે વહેલાસર સાજો ઈ જાય. જોકે બેટિંગમાં તેની ખોટ પડવી જોઇએ નહીં કેમ કે આ ટીમ પાસે વિશ્વનો સૌી ખતરનાક બેટ્સમેન ક્રિસ ગેઇલ છે. એ ઉપરાંત ડી વિલિયર્સ પણ છે. ઓલરાઉન્ડર શેન વોટ્સન અત્યારે ટીમનો સુકાની છે. કેદાર જાધવ પણ ફોર્મમાં છે. જોકે ટીમની બેટિંગ જેટલી મજબૂત છે તેવી બોલિંગ ની તેમ છતાં સ્ટુઅર્ટ બિન્ની, અનિકેત ચૌધરી અને ઇંગ્લેન્ડનો ટાઇલ મિલ્સ છે જે ૧૦૦ માઇસની ઝડપે બોલિંગ કરી શકે છે.
મુંબઈ ઇન્ડિયન્સ :
બે વખતની ચેમ્પિયન મુંબઈ ઇન્ડિયન્સ પર હંમેશાં સૌની નજર રહે છે કેમ કે તેની પાસે જેટલા મહાન ખેલાડી છે તેટલા જ સપોર્ટ સ્ટાફમાં છે. જોન્ટી રોડ્ઝ અને શૌન પોલોક ઉપરાંત સચિન તેંડુલકર આ ટીમ સો હોય છે. ખેલાડીની વાત કરીએ તો રોહિત શર્માની ટીમમાં બટલર, પોલાર્ડ અને ઉપયોગી ર્પાવિ પટેલ છે. હરભજન અને મિચેલ જ્હોન્સન જેવા અનુભવીઓની સો મલિંગા અને તેના જેવી જ વિચિત્ર એક્શન ધરાવતો ગુજરાતનો પ્રતિભાશાળી જસપ્રિત બુમરાહ છે.
ગુજરાત લાયન્સ :
ગઈ સિઝનમાં લીગ રાઉન્ડમાં આ ટીમ મોખરે રહી હતી. સુરેશ રૈનાએ શાનદાર કપ્તાની કરી હતી. જોકે આ વખતે ટીમને પ્રારંભમાં સનિક ખેલાડી રવીન્દ્ર જાડેજાની ખોટ પડશે અને આ વાત કોચ બ્રેડ હોજે પણ કબૂલી છે. બ્રેન્ડન મેક્કુલમ અને એરોન ફિંચ ટીમને મજબૂત પ્રારંભ કરાવી આપવાની ક્ષમતા ધરાવે છે. ડ્વેઇન બ્રેવો પણ ઘણો ઉપયોગી છે. બોલિંગમાં જેમ્સ ફોકનર, ધવલ કુલકર્ણી અને પ્રવીણ કુમારની સો કર્ણાટકનો શિવિલ કૌશિક પ્રભાવશાળી રહ્યો છે. સુરેશ રૈના અને શાનદાર ફોર્મ ધરાવતા દિનેશ કાર્તિક પર ઘણો આધાર રહેશે.
કોલકાતા નાઇટ રાઇડર્સ :
ગૌતમ ગંભીર અન્ય સુકાની જેવો આક્રમક ની પણ તેને દરેક ખેલાડી પાસેી સારી રીતે કામ લેવડાવતા આવડે છે. તેમનું મુખ્ય શ કેરેબિયન સ્પિનર સુનીલ નારાયણ છે. રોબિન ઉપ્પા લગભગ દસેય સિઝનમાં રમી ચૂક્યો છે એટલે કટોકટીની પળોમાં ગંભીર તેની ઉપર નજર કરી શકે છે. સાકીબ હસન, યુસુફ પઠાણ અને ક્રિસ વોક્સ જેવા ઓલરાઉન્ડર ધરાવતી ટીમને ક્યારેય હળવાશી લેવાશે નહીં. તેમની પાસે બોલિંગમાં ટ્રેન્ટ બોલ્ટ અને ઉમેશ યાદવ જેવા બોલર છે પરંતુ તેમની ફિટનેસ સામે મોટો પ્રર્શ્ના છે.
રાઇઝીંગ પુણે સુપર જાયન્ટ્સ:
સ્ટિવ સ્મિ, ધોની અને અજિંક્ય રહાણે ધરાવતી આ ટીમ ભલે સ્ટાર્સી ભરેલી હોય પરંતુ તેમની રમતમાં આ તમામનું મિશ્રણ નહીં હોય ત્યાં સુધી સફળતા નહીં મળે. આ સિઝનનો સૌી મોંઘો ખેલાડી બેન સ્ટોક્સ ફોર્મમાં આવે તો ભળભલાને ભારે પડે તેવો છે પણ તેને સહકારની જરૂર પડશે. સ્મિ છેલ્લા કેટલાક સમયી ભારતમાં રમી રહ્યો છે અને તેનો લાભ પૂણેને મળશે. પૂણે પાસે બોલિંગમાં કોઈ મોટું નામ ની. એક રીતે આ ટીમ સુકાનીઓની ટીમ છે. ધોની જેવો અનુભવી સુકાની માત્ર પ્લેયર તરીકે રમવાનો છે. પ્લેસિસ અને એડમ ઝામ્પા કમાલ કરી શકે તેમ છે.
દિલ્હી ડેરડેવિલ્સ :
સૌી આશ્ચર્યની વાત એ છે કે સેહવાગ અને પીટરસન બાદ આ ફ્રેન્ચાઇઝી સુપરસ્ટાર વિનાની બની ગઈ છે. ક્વિન્ટન ડી કોક ઘાયલ છે તો શ્રીલંકન ઓલરાઉન્ડર એંજેલો મેથ્યુઝ પણ કદાચ તમામ મેચો ગુમાવશે. રિશભ પંત આશાસ્પદ છે પરંતુ તેની ઉપર ટીમ વધારે બોજો નાખી શકે તેટલો તેની પાસે અનુભવ ની. ઝહિર ખાનની ટીમમાં મોહમ્મદ શમી છે. આ બંને બોલર કેટલા પ્રભાવશાળી રહે છે તે જોવાનું રહેશે. ક્રિસ મોરીસ અને પેટ કમિન્સ પર ટીમનો આધાર રહેશે.
કિંગ્સ ઇલેવન પંજાબ :
પંજાબે છેલ્લી ઘડીએ ઇશાન્ત શર્માને ટીમમાં સામેલ કરી લીધો છે જેને હરાજીમાં કોઈએ ખરીદ્યો ન હતો. આ ટીમ છેલ્લી બે સિઝની લગભગ છેલ્લા ક્રમે રહે છે. ગુજરાતના અક્ષર પટેલે ગયા વષર્ે હેટ્રિક લીધી હતી પરંતુ એકંદરે ટીમનો દેખાવ સાવ સામાન્ય રહ્યો હતો. ગ્લેન મેક્સવેલની રમત પર સુકાનીપદનો બોજો કેટલી અસર કરે છે તે જોવાનું છે. તેમની પાસે ડેવિડ મિલર જેવો પ્લેયર છે તો સ્ટોઇનિસ પણ છે પરંતુ તેમણે જીતવા માટે સામુહિક પ્રયાસ કરવો પડશે.આ ઉપરાંત આ ધનાઢ્ય ટુર્નામેન્ટમાં કેટલીક ર્આકિ સમસ્યા પણ નડી રહી છે. લોઢા સમિતિની ભલામણોના અમલને લઈને છેલ્લા કેટલાક સમયી ચાલી રહેલી સમસ્યાને કારણે કેટલાક સ્ટેટ એસોસિયેશને મેચો યોજવામાં અક્ષમતા દર્શાવી હતી. તેમણે પોતાની પાસે પર્યાપ્ત ભંડોળ નહીં હોવાની દલીલ કરી હતી. જોકે સુપ્રીમ કોર્ટે નીમેલી સમિતિએ આ સમસ્યાનો ઉકેલ લાવી દીધો હતો. ટુર્નામેન્ટમાં હવે કોઈ સમસ્યા પેદા ાય નહીં તે માટે સમિતિ સતર્કબની ગઈ છે.
રાજકોટ માં શુક્રવારે ઓપનીંગ સેરેમની
ઈન્ડિયન પ્રીમિયર લીગને દસ વર્ષ પુરા વા જઈ રહ્યા છે, ત્યારે આયોજકોએ ઉદ્ઘાટન સમારંભમાં નવતર પ્રયોગ કરવાનું નક્કી કર્યું છે. અગાઉની તમામ સિઝનમાં પ્રમ મેચ પૂર્વ એક જ ઉદ્ઘાટન સમારંભનું આયોજન કરવામાં આવતું હતુ. જ્યારે આ સિઝનમાં જુદા-જુદા આઠ ઉદ્ઘાટન સમારંભ યોજવાનું નક્કી કરવામાં આવ્યું છે. દરેક ફ્રેન્ચાઈઝીની ઘરઆંગણાની પ્રમ મેચ અગાઉ જે તે ફ્રેન્ચાઈઝીનો અલાયદો ઉદ્ઘાટન સમારંભ યોજાવાનો છે અને તેમાં જુદા-જુદા યુવા અભિનેતા-અભિનેત્રીઓ પર્ફોમન્સ આપવાના છે. આઇપીએલની ચેરમેન રાજીવ શુક્લાએ કહ્યું કે, અમે આ વખતના ઉદ્ઘાટન સમારંભને આઠ ભાગમાં વહેંચી નાંખ્યો છે. જેના કારણે વધુને વધુ લોકો આઇપીએલના ઉદ્ઘાટન સમારંભનો હિસ્સો બની શકે. અમે આ માટે દરેક ફ્રેન્ચાઈઝીની પહેલી હોમ ગેમ અગાઉ ઉદ્ઘાટન કાર્યક્રમ યોજવાનું નક્કી કર્યું છે.