ટેલીકોમ કંપની એરટેલના ૨૩ કરોડ ગ્રાહકોના ખાતાઓમાં સબસીડીના રૂપિયા જમા થયા
રાંધણ ગેસ માટે સરકાર સબસીડી આપી રહી છે પરંતુ આ મામલે કોઈ કૌભાંડ જણાઈ રહ્યું હોય તેમ ‘અદ્દશ્ય’ ખાતાધારકોના ખાતામાં ૪૭ કરોડ રૂપિયાની ગેસ સબસીડી જમા થઈ છે. આ બેંક ખાતાઓ એરટેલ કંપનીના છે તેમ જાણવા મળ્યું છે. એરટેલના ૨૩ લાખ ગ્રાહકોના ખાતામાં ૪૭ કરોડ રૂપિયાની ગેસ સબસિડી જમા થઈ છે. ગ્રાહકોને ખબર પણ નથી કે તેમના ખાતાઓ એરટેલ કંપનીએ ખોલાવ્યા છે અને તેમાં ગેસ સબસિડીના રૂપિયા જમા થયા છે. સ્ટેટ ઓઈલ કંપનીએ નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (એનપીસીઆઈ)ને માહિતી આપતા જણાવ્યું કે, ૯ જુન સુધીમાં ૨૩ લાખ કરતા વધુ ગ્રાહકોના ખાતામાં ૪૭ કરોડ કરતા વધુ રૂપિયાની ગેસ સબસીડી જમા થઈ છે. જેમાંથી ૪૧ કરોડ રૂપિયાના ટ્રાન્ઝેકશનો એરટેલના બેંક ખાતાઓના છે. આ ઉપરાંત એ પણ જાણવા મળ્યું છે કે, એરટેલે તેના ગ્રાહકોની સંમતિ લીધા વગર જ બેંક ખાતા ખોલી નાખ્યા છે. મોબાઈલ નંબર સાથે આધાર લીંક કરાવવા આવતા ગ્રાહકોની માહિતી એરટેલ આ પ્રકારે કૌભાંડ આચર્યાનું જાણવા મળ્યું છે.ઓઈલ મંત્રાલય આ મામલે એરટેલસાથે પુછપરછ કરશે અને નાણામંત્રાલયનો સાથે પણ આ વિશે વાતચીત કરી તપાસ હાથ ધરશે. આ બાબતે ટોચની ટેલીકોમ કંપની એરટેલે દલીલો કરી છે કે ગ્રાહકોની સંમતિ લીધા બાદ જ કંપનીએ બેંક ખાતાઓ ખોલ્યા છે અને ગેસ સબસિડીના રૂપિયા કાયદા મુજબ જ ગ્રાહકોના ખાતામાં ટ્રાન્સફર થયા છે. આધારને મોબાઈલ નંબર સાથે જોડવાની પ્રક્રિયા અંતર્ગત ગ્રાહકોના બેંક ખાતા ખોલવામાં આવ્યા છે. વધુમાં એરટેલ કંપનીએ જણાવતા કહ્યું કે, રીઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (આરબીઆઈ)એ આ પ્રકારે ખાતા ખોલવાની મંજુરી આપ્યા બાદ એરટેલે ૧૦૦ કરોડ રૂપિયાની ઈકિવટી મુડીથી બેંક ખાતાઓ ખોલાવ્યા હતા.