જૂનાગઢ મોટર એક્સીડન્ટ કલેઈમ ટ્રીબ્યુનલ દ્વારા વળતર ચૂકવવા આદેશ

માર્ગ અકસ્માતમાં મૃત્યુના કેસમાં વળતર આવકના પુરાવાને આધારે આપવામાં આવ્યું હોવાનો કિસ્સો નોંધાયો છે. જૂનાગઢ મોટર એકસીડન્ટ કલેઈમ ટ્રીબ્યુનલ દ્વારા વંલીના આઈઓસી ડિલરના મૃત્યુમાં વળતરના કેસમાં મૃતકના પરિવારને રૂ.૪૭.૯ લાખ ચૂકવવા આદેશ કર્યો છે.

એક દશકા પહેલા તા.૨૫ ફેબ્રુઆરી ૨૦૦૮ના રોજ વંલી નજીકી દેવેન હુડકા પસાર થઈ રહ્યાં હતા. ત્યારે સામેી રોંગ સાઈડમાં પુરપાટ આવતી બસે તેમને હડફેટે લીધા હતા. આ અકસ્માતમાં તેમનું મોત નિપજયું હતું. આ અકસ્માતના બે વર્ષ પહેલા જ વંલીમાં દેવેનને ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન (આઈઓસી)ની ડિલરશીપ મળી હતી.

આ કેસમાં મૃતકના પરિવારે રૂ.૧.૫ કરોડનું વળતર માંગ્યું હતું. જો કે, દેવેન દ્વારા ઈન્કમટેકસ રિટર્ન ફાઈલ ન કરાયા હોવાની દલીલ કરી વિમા કંપનીએ વળતર ચૂકવવાનો નનૈયો ભણી દીધો હતો. અલબત વકીલ નરેન્દ્ર મુલચંદાણીએ કહ્યું હતું કે, પીડિતના પિતાએ બે વર્ષનું ઈન્કમટેકસ રિટર્ન ફાઈલ કર્યું હતું જે કાયદા મુજબનું છે. આ ઉપરાંત કોર્ટને આઈઓસી તરફી મળેલા કમિશનના પુરાવા રજૂ કર્યા હતા. આ પુરાવા દેવેન વર્ષે રૂ.૩ લાખ કમાતો હોવાના હતા. અહીં ઉલ્લેખનીય છે કે, આવકમાં ૪૦ ટકા વધારો તેમજ મૃતકની ઉંમરને ધ્યાનમાં રાખી વળતરનો હુકમ કરાયો છે. મૃતકને એક બાળકી છે. ટ્રીબ્યુનલે ૩૦ દિવસમાં ૮ ટકાના વ્યાજ સો વળતર ચૂકવવા આદેશ કર્યો છે. વ્યાજનો આંકડો રૂ.૪૦ લાખે પહોંચી જાય છે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com,

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.