લાંબા અંતરની મોટાભાગની ટ્રેનોમાં વેઇટીંગ: ટ્રેનમાં એક્સ્ટ્રા કોચ લગાડવા પડે તેવી સ્થિતિ

ઉનાળુ વેકેશન પડવાના આડે હજી દોઢ માસથી વધુનો સમય બાકી છે ત્યારે વાલીઓ અત્યારથી પરિવાર સાથે બહારગામ ફરવા જવાના આયોજનમાં પડી ગયા છે. પરિણામે કેટલીક ટ્રેનો હાઉસફૂલ થઇ ગઇ છે.

ફાગણનાફાગ અને ધુળેટીના રંગોત્સવને મનાવવા માટે સૌરાષ્ટ્રના વિવિધ શહેરોમાં રહેતા ઉત્તરપ્રદેશ, રાજસ્થાન તેમજ બિહારના નાગરિકોનો ધસારો વધતા રાજકોટ, ભાવનગર ડિવિઝનની વિવિધ ટ્રેનો પેક થવા માંડી છે. રેલવે તંત્ર દ્વારા એકસ્ટ્રા સ્લિપર કોચ મુકાય તો વેઇટિંગ ઘટે તેવી સ્થિતિ છે.

પ્રતિવર્ષ હોળી પૂર્વે હિન્દીભાષી નાગરિકો મોટી સંખ્યામાં હોળી ઉત્સવ ઉજવવા માટે વતન જતા રહે છે અને એક કે બે સપ્તાહ રોકાયા બાદ પરત ફરતા હોય છે. વર્ષે પણ સ્થિતિ છે. જો કે, માર્ચ માસમાં વેસ્ટર્ન રેલવે તંત્ર દ્વારા વિવિધ ટ્રેનોમાં વધારાના એસી કોચ જોડવા માટે જાહેરાત થતાં કોઇ ટ્રેનમાં વેઇટિંગ ઘટ્યું છે તો કોઇમાં ટિકિટ અવેલેબલ છે, જે પરપ્રાંતીય નાગરિકો વતન જઇ શકતા નથી, તેઓ રાજકોટમાં પ્રતિવર્ષ રાજસ્થાની સમાજ દ્વારા ઉજવાતા રંગોત્સવમાં મોટી સંખ્યામાં જોડાય છે. શાપર-વેરાવળ, મેટોડા, રાજકોટના ઔદ્યોગિક વિસ્તારો, મોરબી વાંકાનેરના સિરામિક યુનિટોમાં મોટી સંખ્યામાં પરપ્રાંતીય શ્રમિકો કામ કરે છે.

શ્રમિકોને કારણે સ્લિપર ક્લાસમાં ભારે ધસારો  ટ્રેનોનાસ્લિપર ક્લાસમાં ભારે વેઇટિંગ છે. વેસ્ટર્ન રેલવે દ્વારા એસીની સાથે સ્લિપર ક્લાસમાં પણ જો એકસ્ટ્રા કોચ વધારવામાં આવે તો વેઇટિંગ ઘટે તેમજ તહેવારો સમયે મુસાફરોને પણ સુવિધા મળી રહે.

ટ્રેનનો રૂટ સ્લીપર થર્ડ એસી સેક્ધડ એસી  ઓખા-વારાણસી(૯ માર્ચ) ૨૧૭ અવેલેબલ ૦૭

પોરબંદર-મુઝફ્ફરપુર (૯ માર્ચ) ૧૮૦ અવેલેબલ ૦૭  ઓખા-ગૌરખપુર (૫ માર્ચ) ૯૦ ૦૬ ૦૩

પોરબંદર-હાવડા (૯ માર્ચ) ૮૦ અવેલેબલ ૦૪  ઉત્તરાંચલ એક્સપ્રેસ (૩ માર્ચ) ૭૦ સુવિધા નથી ૦૭  સોમનાથ-જબલપુર (૧૦ માર્ચ) ૧૦૦ ૩૨ ૦૮

જામનગર-કટરા (૭ માર્ચ) ૫૨ ૧૦ ૦૧  ઉત્તરભારતની ટ્રેનો હાઉસફૂલ છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.