પૃથ્વીની ઉત્પત્તિ પહેલાનાં ૧૦૦ મિલિયન વર્ષોમાં ન્યુટ્રોન તારા વચ્ચે ટકરાવ જોવા મળ્યો હતો કે જે અવકાશમાં ૧૦૦૦ પ્રકાશવર્ષ દુર થયું હોવાનું માનવામાં આવે છે
અંતરીક્ષમાં એવી અનેકવિધ ઘટનાઓ દિન-પ્રતિદિન ઘટતી હોય છે કે જેનો તાગ મેળવવો ખુબ જ કઠિન બને છે ત્યારે ૪૬૦ કરોડ વર્ષ પહેલા બે ન્યુટ્રોન તારા વચ્ચે ટકરાવ થયો હતો જેના પરીણામ સ્વરૂપે પૃથ્વીથી પોઈન્ટ ૩ ટકા ભારે ધાતુઓનું સર્જન થયું હતું. જેમાં સોનું, યુરેનીયમ, પ્લેટીનમ સહિતનાં અનેક ધાતુઓનો સમાવેશ કરવામાં આવ્યો છે તેમ જર્નલ નેચરમાં આ અંગેનો અહેવાલ પ્રકાશિત કરવામાં આવ્યો છે. આ તારાના અથડામણથી પદાર્થોની ઉત્પતિ થઈ છે તે મુખ્યત્વે આયોડીનનાં પ્રમાણમાં જોવા મળે છે ત્યારે કહી શકાય કે દરેક લોકોમાં આયોડીનનું પ્રમાણ રહેતું હોય છે કે જે જીવન માટે ખુબ જ ઉપયોગી અનિવાર્ય છે તેમ યુનિવર્સિટી ઓફ ફલોરીડા યુ.એસ. દ્વારા જણાવવામાં આવ્યું હતું.
કહેવાય છે કે, વેડીંગ રીંગ અને માનવનું કનેકશન પણ બહુ જુનું છે જે ૪૬૦ કરોડ વર્ષ પહેલા પણ જોવા મળ્યું હતું ત્યારે અનેકવિધ એવા સંશોધનો થયા છે જેનાથી એક વાતની પુષ્ટિ થાય છે કે, સુર્યમંડળમાં એવી અનેકવિધ ચીજ વસ્તુઓનું નિર્માણ પામ્યું છે કે, જે સીધી કે આડકતરી રીતે માનવ સાથે સંબંધ ધરાવતું હોય ત્યારે સંશોધકો દ્વારા મીટયોરાઈટસને પણ આકાશગંગા સાથે આંકડાકિય રીતે સરખાવવામાં આવ્યું છે. પૃથ્વીનાં નિર્માણ પહેલા ૧૦૦ મીલીયન વર્ષ અગાઉ ન્યુટ્રોન તારા સાથે એકસીડન્ટ જોવા મળ્યો હતો કે જે ૧૦૦૦ પ્રકાશ વર્ષ દુર આ અંગેની ઘટના ઘટી હતી જેમાં ગેસનાં વાદળો ઉદભવિત થતાં એક સોલાર સિસ્ટમની રચના કરી હતી ત્યારબાદ પૃથ્વીની ઉત્પતિ થઈ હોવાનું પણ માનવામાં આવી રહ્યું છે.
જાયન્ટ સ્ટારનાં એક પ્રતિક સ્વરૂપે ન્યુટ્રોન તારા વચ્ચે ટકરાવ થયું હોવાનું પણ માનવામાં આવે છે ત્યારે અંતરીક્ષ અને મિલકીવે વિશે માહિતી મેળવવામાં આવે તો ગેલેકસીનું ડાયામીટર પણ એક લાખ પ્રકાશવર્ષ જેટલું છે ત્યારે અનેકવિધ સમયે અંતરીક્ષમાં ઘટતી ઘટનાઓ વિશે જો માહિતી મેળવવામાં આવે તો તે દરેક નવા મુદાઓને જન્મ આપે છે અને તે અંગેનો અભ્યાસ બાયોલોજી, કેમેસ્ટ્રી અને ફિઝીકસનાં માધ્યમથી વિદ્યાર્થીઓને શીખવાડવામાં આવે છે ત્યારે આ પ્રકારની ઘટના અનેકવિધ વખતે ઘટતી હોય છે પરંતુ તેનો તાગ મેળવવામાં પૂર્ણત: સફળતા મળતી નથી જે અંગે અનેકવિધ સંશોધનો પણ કરવામાં આવતા હોય છે તેમ યુ.એસ.ની ફલોરીડા યુનિવર્સિટી દ્વારા જણાવવામાં આવ્યું હતું.