• અમરેલી બેઠક પરથી પરેશ ધાનાણી, ટંકારા-પડધરીથી લલીત કગથરા, ધોરાજી-ઉપલેટાથી લલીત વસોયા, વાંકાનેરથી જાવેદ પીરઝાદા, રાજુલાથી અમરીશ ડેર, જામજોધપુરથી
  • ચિરાગ કાલરીયા, ખંભાળીયાથી વિક્રમ માડમ, જૂનાગઢથી ભીખાભાઇ જોશી, સોમનાથથી વિમલ ચુડાસમા, ઉનાથી પુંજા વંશ, સાવરકુંડલાથી પ્રભાતભાઇ દુધાત, લાઠીથી
  • વિરજી ઠુમ્મર અને ચોટીલાથી ઋત્વિક મકવાણાને ફરી કોંગ્રેસે મેદાનમાં ઉતાર્યા: 182 બેઠકો પૈકી 89 બેઠકો માટે અલગ-અલગ બે યાદીઓમાં ઉમેદવારો જાહેર કરાયા

ગુજરાત વિધાનસભાની આગામી 1 ડિસેમ્બર અને 5 ડિસેમ્બર એમ બે તબક્કામાં યોજાનારી ચૂંટણી માટે આજે કોંગ્રેસ દ્વારા ઉમેદવારોના નામની બીજી યાદી જાહેર કરવામાં આવી છે. જેમાં અલગ-અલગ 46 બેઠકો માટે ઉમેદવારોના નામ ઘોષિત કરવામાં આવ્યા છે. 2017માં કોંગ્રેસના પ્રતિક પરથી ચૂંટણી લડી વિજેતા બનેલા 21 સિટીંગ ધારાસભ્યોને આ વખતે રિપીટ કરવામાં આવ્યા છે અને તેઓને ફરી વિધાનસભા જંગમાં ઉતારવામાં આવ્યા છે. જો કે, રાજકોટની બે બેઠકો માટે ઉમેદવારો નક્કી કરવાનું કોંકળુ ગૂંચવાયું હોય તેવું લાગી રહ્યું છે. કારણ કે રાજકોટની પૂર્વ અને પશ્ર્ચિમ બેઠક માટે હજુ સુધી ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા નથી. આપ સાથે છેડો ફાડી કોંગ્રેસમાં ઘરવાપસી કરનાર ઇન્દ્રનીલ રાજ્યગુરૂને પંજાના પ્રતિક પરથી રાજકોટ પૂર્વ વિધાનસભા બેઠક પરથી મેદાનમાં ઉતારવામાં આવે તેવી અટકળો પણ ચાલી રહી છે. ગોંડલ વિધાનસભા બેઠક પર કોંગ્રેસે ગોંડલ નાગરિક સહકારી બેંકના પૂર્વ ચેરમેન ગોવિંદભાઇ દેસાઇના પુત્ર યતિશ દેસાઇને ટિકિટ આપવામાં આવી છે. સૌરાષ્ટ્રની મોટાભાગની બેઠકો પર સિટીંગ ધારાસભ્યો પર કોંગ્રેસે ફરી વિશ્ર્વાસ વ્યક્ત કર્યો છે.

tij Screenshot 1 20

ગત ચોથી નવેમ્બરના રોજ કોંગ્રેસ દ્વારા ઉમેદવારોના નામની પ્રથમ યાદી જાહેર કરવામાં આવી છે. જેમાં 43 બેઠકો માટે મૂરતીયા જાહેર કરવામાં આવ્યા હતા. દરમિયાન ગઇકાલે ભાજપની પ્રથમ યાદી જાહેર થયા બાદ મોડી રાત્રે કોંગ્રેસે 46 બેઠકો માટે ઉમેદવારોના નામની બીજી યાદી જાહેર કરી હતી. જેમાં સિટીંગ 21 ધારાસભ્યોને રિપીટ કરવામાં આવ્યા છે. કોંગ્રેસની બીજી યાદીમાં અબડાસા બેઠક પરથી મામદભાઇ જાટ, માંડવી બેઠક પરથી રાજેન્દ્રસિંહ જાડેજા, ભૂજ બેઠક પરથી અરજણભાઇ ભૂવા, દસાડા બેઠક પરથી નૌશાદ સોલંકી, લીંબડી બેઠક પરથી કલ્પનાબેન મકવાણા, ચોટીલા બેઠક પરથી ઋત્વિકભાઇ મકવાણા, ટંકારા બેઠક પરથી લલીતભાઇ કગથરા, વાંકાનેર બેઠક પરથી મહંમદ જાવેદ પીરઝાદા, ગોંડલ બેઠક પરથી યતિશ દેસાઇ, જેતપુર બેઠક પરથી દિપકભાઇ વેકરીયા અને ધોરાજી બેઠક પરથી લલીતભાઇ વસોયાના નામની ઘોષણા કરવામાં આવી છે.

જ્યારે કાલાવડ બેઠક પરથી પ્રવિણભાઇ મુંછડીયા, જામનગર દક્ષિણ બેઠક પરથી મનોજભાઇ કથીરીયા, જામજોધપુર બેઠક પરથી ચિરાગભાઇ કાલરીયા, ખંભાળિયા બેઠક પરથી વિક્રમભાઇ માડમ, જૂનાગઢ બેઠક પરથી ભીખાભાઇ જોશી, વિસાવદર બેઠક પરથી કરશનભાઇ વડોદરીયા, કેશોદ બેઠક પરથી હિરાભાઇ જોટાવા, માંગરોળ બેઠક પરથી બાબુભાઇ વાજા, સોમનાથ બેઠક પરથી વિમલભાઇ ચુડાસમા, ઉના બેઠક પરથી પુંજાભાઇ વંશ, અમરેલી બેઠક પરથી પરેશભાઇ ધાનાણી, લાઠી બેઠક પરથી વિરજીભાઇ ઠુમ્મર, સાવરકુંડલા બેઠક પરથી પ્રતાપભાઇ દુધાત, રાજુલા બેઠક પરથી અમરીશભાઇ ડેર, તાલાલા બેઠક પરથી કનુભાઇ બારૈયા, પાલીતાણા બેઠક પરથી પ્રવિણભાઇ રાઠોડ, ભાવનગર વેસ્ટ બેઠક પરથી કિશોરસિંહ ગોહિલ, ગઢડા બેઠક પરથી જગદીશભાઇ ચાવડાને ટિકિટ આપવામાં આવી છે. આ ઉપરાંત ડેડીયાપાડા બેઠક પરથી જર્માબેન વસાવા, વાગરા બેઠક પરથી સુલેમાનભાઇ પટેલ, જગડીયા બેઠક પરથી ફતેહસિંહ વસાવા, અંકલેશ્ર્વર બેઠક પરથી વિજયસિંહ પટેલ, માંગરોળ બેઠક પરથી અનિલભાઇ ચૌધરી, માંડવી બેઠક પરથી આનંદભાઇ ચૌધરી, સુરત ઇસ્ટ બેઠક પરથી અસ્લમભાઇ સાયકલવાલા, સુરત નોર્થ બેઠક પરથી અશોકભાઇ પટેલ, કરંજ બેઠક પરથી ભારતીબેન પટેલ, લીંબાયત બેઠક પરથી ગોપાલભાઇ પાટીલ, ઉધના બેઠક પરથી ધનસુખભાઇ રાજપૂત, મજુરા બેઠક પરથી બલવંતભાઇ જૈન, ચોર્યાસી બેઠક પરથી કાંતિલાલભાઇ પટેલ, વ્યારા બેઠક પરથી પુનાભાઇ ગામીત, નિઝાર બેઠક પરથી સુનિલભાઇ ગામીત, વાસંદા બેઠક પરથી અનંતકુમાર પટેલ અને વલસાડ બેઠક પરથી કમલકુમાર પટેલને ટિકિટ આપવામાં આવી છે.

કોંગ્રેસે 12 પાટીદાર, 9 કોળી, 7 આદિવાસી અને 4 લઘુમતી સમાજના ઉમેદવારને આપ્યું મેન્ડેટ

ગુજરાત વિધાનસભાની 182 બેઠકો પૈકી અગાઉ કોંગ્રેસ દ્વારા ઉમેદવારોના નામની પ્રથમ યાદીમાં 43 બેઠકો માટે કેન્ડીડેટ જાહેર કરવામાં આવ્યા હતા. દરમિયાન આજે બીજી યાદીમાં વધુ 46 બેઠકો માટે ઉમેદવારો જાહેર કરાયા છે. જેમાં કોંગ્રેસ દ્વારા 21 ધારાસભ્યોને ફરી ટિકિટ આપવામાં આવી છે. જેમાં 12 ઉમેદવારો પાટીદાર સમાજના છે. 9 ઉમેદવારો કોળી સમાજના છે. 7 ઉમેદવારો આદિવાસી સમાજના, 4 ઉમેદવારો મુસ્લિમ અર્થાત લઘુમતી સમાજના છે. જ્યારે ત્રણ-ત્રણ ઉમેદવારો આહિર અને ક્ષત્રિય સમાજના હોવાનું જાણવા મળી રહ્યું છે. કુલ 89 બેઠકોમાંથી 10 બેઠકો પર મહિલા ઉમેદવારોને મેદાનમાં ઉતાર્યા છે. છેલ્લા 27 વર્ષથી ગુજરાતમાં સત્તાવિહોણી કોંગ્રેસ દ્વારા પ્રથમ વખત જાતિ-જ્ઞાતિના સમીકરણોને ધ્યાનમાં રાખીને ટિકિટની ફાળવણી કરવામાં આવી હોય તેવું લાગી રહ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.