શહેરમાં કોરોનાના કુલ પોઝિટિવ કેસનો આંક ૪૧૯૬એ પહોંચ્યો: ૨૫૯૯ લોકો કોરોનાને મ્હાત આપવામાં સફળ
રાજકોટ શહેરમાં જાણે કોરોનાનું ફીકસીંગ થઈ ગયું હોય તેમ બપોર સુધીમાં ૪૫૪૯ કેસ જાહેર કરવામાં આવ્યા છે. આજે બપોરે ૧૨ વાગ્યા સુધીમાં શહેરમાં કોરોના પોઝિટિવના વધુ ૪૬ કેસો નોંધાતા કુલ પોઝિટિવ કેસની સંક્યા ૪૧૯૬એ પહોંચી જવા પામી છે. દરમિયાન શહેરના પોશ એરીયા સહિત ૮૩ વિસ્તારોને માઈક્રો ક્નટેઈમેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યા છે. આજે કોવિડ અને નોન કોવિડથી સવારે ૮ વાગ્યા સુધીમાં ૨૨ લોકોના મોત નિપજયા હોવાનું પણ કોવિડ હેલ્થ બુલેટીનમાં જાહેર કરવામાં આવ્યું છે.
મહાપાલિકા દ્વારા આજે જાહેર કરવામાં આવેલા આંકડાઓ મુજબ આજે બપોરે ૧૨ વાગ્યા સુધીમાં શહેરમાં કોરોનાના કુલ ૪૬ પોઝિટિવ કેસ મળી આવ્યા છે. ગઈકાલે ૯૬ કેસ મળી આવ્યા હતા. આજ સુધીમાં કોરોના પોઝિટિવનો આંક ૪૧૯૬એ પહોંચ્યો છે. જે પૈકી ૨૫૯૯ લોકો કોરોનાને મહાત આપી સાજા થયા છે. શહેરનો રિકવરી રેટ ૬૨.૬૨ ટકા જેવો છે. આજ સુધીમાં કુલ ૧,૧૧,૯૮૨ લોકોના ટેસ્ટ કરવામાં આવ્યા જેની સામે પોઝિટિવીટી રેટ ૩.૭૦ કોરોનાનો વ્યાપ વધી રહ્યો છે. આવામાં સૌરાષ્ટ્ર કલાક કેન્દ્ર સોસાયટી, સાધુ વાસવાણી રોડ ગાર્ડન સિટી એપાર્ટમેન્ટ, નાના મવા રોડ પર જીવરાજપાર્ક, ઉપરાંત સાધના સોસાયટી, નિલકંઠ પાર્ક, યોગી પાર્ક, સંતકબીર રોડ પર રણછોડનગર, પેડક રોડ પર રત્નદિપ સોસાયટી સહિત કુલ ૮૩ વિસ્તારોને માઈક્રો ક્ધટેઈમેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યા છે. રાજકોટ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આજે કોવિડ-૧૯ દૈનિક હેલ્ટ બુલેટીન જાહેર કરવામાં આવ્યું છે જેમાં આજે સવારે ૮ વાગ્યા સુધીમાં રાજકોટ શહેરમાં ૧૬, ગ્રામ્યમાં ૩ અને અન્ય જિલ્લામાં ૩ વ્યક્તિ સહિત કુલ ૨૨ના કોવિડ અને નોન કોવિડથી મોત નિપજયા છે.