કેન્દ્રિય જલશક્તિ મંત્રાલયના મંત્રી ગજેન્દ્રસિંહ શેખાવત, રાજકોટ સ્ટેટના માંધાતાસિંહ જાડેજાની વિશેષ ઉપસ્તિ: ૨૦૦થી વધુ નવયુવાનો અને રાષ્ટ્રપતિ ચંદ્રક વિજેતા ૬ પોલીસ અધિકારીઓનું વિશેષ સન્માન

રાજકોટના હેમુ ગઢવી હોલ ખાતે ચંદ્રસિંહ(ભાડવા) સ્ટડી સર્કલનો ૪૫મો વિદ્યા સત્કાર સમારોહનું આયોજન કરાયું હતું. સતત ૪૫ વર્ષથી રાજકોટ સ્ટેટ દ્વારા આ પ્રકારના કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે. કાર્યક્રમમાં કેન્દ્રીય જલશક્તિ મંત્રાલયના મંત્રી ગજેન્દ્રસિંહ શેખાવતે ખાસ હાજરી આપી હતી. ઉપરાંત આ તકે રાજકોટ સ્ટેટના રાજા માંધાતાસિંહ જાડેજા પણ હાજર રહ્યા હતા. આ સિવાય કાર્યક્રમ માં સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટ્સ યુનિવર્સિટીના કુલપતિ અર્જુનસિંહ રાણા, રાજકોટ સ્ટેટના મહારાણી કાદમ્બરી દેવી, રાજકોટ સ્ટેટના યુવરાજ જયદીપસિંહ જાડેજા અને ક્ષત્રિય સમાજના આગેવાનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. કાર્યક્રમમાં રાષ્ટ્રપતિ ચંદ્રક વિજેતા કુલ ૬ પોલીસ અધિકારીઓનું વિશેષ સન્માન ગજેન્દ્રસિંહ શેખાવતના હસ્તે કરાયું હતું. ઉપરાંત ક્ષત્રિય સમાજના ૨૦૦થી વધુ નવયુવાનો કે જેમણે શિક્ષણ, આરોગ્ય જેવા વિવિધ ક્ષેત્રોમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી સમાજનું ગૌરવ વધારનાર યુવાઓનું સન્માન કરી પ્રોત્સાહિત કરાયા હતા. કાર્યક્રમ પ્રસંગે ગજેન્દ્રસિંહ શેખાવતનું રાજપુતી પાઘ પહેરાવીને વિશેષ સ્વાગત કરાયું હતું.

vlcsnap 2019 09 16 08h59m08s97

સંસ્થાએ અત્યાર સુધીમાં અગણિત વિદ્યાર્થીઓને સન્માનિત કર્યા: માંધાતાસિંહ જાડેજા

vlcsnap 2019 09 16 09h00m23s73

આ તકે માંધાતાસિંહ જાડેજાએ ‘અબતક’ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે હાલ જે સંસ્થાના માધ્યમ થી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે તે સંસ્થાનું શરૂઆત ૧૯૬૩ માં મારા દાદાબાપુ પ્રદ્યુમ્નસિંહ જાડેજા એ કરી હતી. ત્યાર થી અવિરતપણે શિક્ષાનો યજ્ઞ ચાલુ રાખવામાં આવ્યો છે. રાજકોટ, સૌરાષ્ટ્ર અને ગુજરાત માંથી જે વિદ્યાર્થીઓ શિક્ષણ ક્ષેત્રે ઉત્કૃષ્ટ પ્રદર્શન કરે છે તેમને સન્માનિત કરવાનો આ પ્રસંગ છે. સંસ્થા એ હાલ સુધીમાં અગણિત વિદ્યાર્થીઓ ને સન્માનિત કર્યા છે અને જ્યારે તેઓ આઈએએસ, આઈપીએસ, અધિકારી,  પ્રાધ્યાપક જેવા પદો ગ્રહણ કરે છે ત્યારે તેઓ ચોક્કસપણે આ સંસ્થા ને યાદ કરે છે.

આ પ્રકારના કાર્યક્રમો નવા ભારતના નિર્માણમાં ખૂબ મહત્વપૂર્ણ રહેશે: ગજેન્દ્રસિંહ શેખાવત

vlcsnap 2019 09 16 08h59m25s12

કાર્યક્રમ પ્રસંગે ‘અબતક’ વાતચીતમાં ગજેન્દ્રસિંહ શેખાવતે કહ્યું હતું આજે આ પ્રકારના કાર્યક્રમમાં જોડાવાનો અવસર મળ્યો. આજે જ્યારે ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની આગેવાની માં એક નવા ભારતનું નિર્માણ થઈ રહ્યું છે ત્યારે આ પ્રકારના કાર્યક્રમ અને યુવાઓને આપવામાં આવતું પ્રોત્સાહનનું નવા ભારતના નિર્માણમાં ખૂબ મહત્વપૂર્ણ રહેશે. ઉપરાંત ગુજરાતમાં સફળ ચોમાસા બાબતે તેમણે કહ્યું હતું કે હું ગુજરાતની જનતાને અભિનંદન પાઠવું છું કેમકે આ વર્ષે ગુજરાતમાં ચોમાસુ ખૂબ સફળ રહ્યું છે, ગુજરાતના માનબિંદુ સમાન નર્મદા ૧૩૮ ફૂટની ઉંચાઈએ પહોંચીને છલોછલ ભરાય ગયો છે ત્યારે ગુજરાતની જનતાને હું અભિનંદન પાઠવું છું. તેમણે કહ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાનીમાં દેશમાં જળ સંગ્રહ, જળ સંચય અને જળનું ઉચિત સિંચન કરીને જેવી રીતે હાલ ભારતને જળ સુરક્ષિત બનાવવા આગળ વધી રહ્યાં છીએ, દેશના પ્રત્યેક ઘરને પીવાનું પાણી પૂરું પાડવાનો સંકલ્પ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લીધો છે ત્યારે દેશના પ્રત્યેક નાગરિકે આ સંકલ્પમાં સહભાગી થવું પડશે. પ્રકૃતિએ ભારતને ઘણું બધું આપ્યું છે, દર વર્ષે લગભગ ૪ હજાર બીસીએમ પાણી ભારતને વરસાદ સ્વરૂપે કુદરત આપે છે ત્યારે આપણા સૌની ફરજ છે કે જળનું સંચય થાય અને તેનો વિવેકપૂર્ણ રીતે ઉપયોગ થાય.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.