રાજ્યની સરકારી અને ગ્રાન્ટેડ માધ્યમિક-ઉચ્ચત્તર માધ્યમિક સ્કૂલોમાં અંદાજે 4500 શિક્ષકોની ભરતી થશે. આ માટે શિક્ષણ વિભાગે ઝોન પ્રમાણે કમિટીઓ બનાવી છે. આ ભરતીમાં પહેલી વાર આર્થિક રીતે નબળા વર્ગો માટે 10 ટકા અનામતનો અમલ થશે. દરેક સ્કૂલોમાં અનામત સીટોની સંખ્યાની યોગ્ય ગણતરી થાય તે માટે સ્કૂલોના રોસ્ટર સુધારવા માટેનું કામ શરૂ કરવામાં આવ્યું છે.
આ માટે અમદાવાદ ઉપરાંત અન્ય 8 જિલ્લાના અધિકારીઓની મીટિંગ મંગળવારે અમદાવાદમાં યોજાશે. જોકે હાલમાં સ્કૂલોમાં જૂની રોસ્ટર પદ્ધતિ પ્રમાણે શિક્ષકોને ભરતી કરાય છે.