એફડીઆઇને બુસ્ટર ડોઝ આપવા વિગતવાર ધારાધોરણો ઘડતી સરકાર
ફોરેન ડયારેકટ ઇન્વેસ્ટમેન્ટ ઓફડીઆઇ એટલે કે વિદેશી પ્રત્યક્ષ રોકાણ જેને ઝડપી બનાવવા સરકારે નવા ધારાધોરણો ઘડયા છે. એફડીઆઇ પ્રોજેકટોને વધુ ઝડપથી મંજુરી આપવા તેમજ પારદર્શકતા લાવવા સરકારે કવાયત હાથ ધરી છે. મોદી રાજમાં ડિફેન્ટ, ઉડ્ડયન ટેલીકોમ સહીતના ક્ષેત્રમાં ૪૬૦૦ અરજીઓને એફડીઆઇની મંજુરી મળી છે.
આ માટે સચિવોની એક પેનલેે સલામતિ, ભ્રષ્ટાચાર, ડાયરેકટર્સ, ટેકસ કેસ, મની લોન્ડીંગ પર્યાવરણ અને અકસ્માત ક્ષેત્રે નવા નિયમો ઘડી કાઢયા છે. એફડીઆઇથી વિદેશી હુંડીયામણો વધે છે. અને કોઇપણ દેશના અર્થતંત્રને હકારાત્મક વેગ મળે છે. ભારતમાં એફડીઆઇ માટે અગાઉ ઘણાં નિયંત્રણો હતા જેમાં સમયાંતરે સુધારાઓ કરી ઘણી છુટ અપાઇ છે. સરક્ષણ વિમાન વ્યવહાર, ટેલીકોમ અને આઇધ બી ક્ષેત્રે એફડીઆઇ માટે ૯૫ ટકા અરજીઓ આવેલી છે. જેની મંજુરી માટે મંત્રાલયો પાસે રાહ જોવાઇ રહી છે.
મંત્રાલયના જણાવ્યા અનુસાર, મોદી સરકારના ચાર વર્ષ દરમિયાન એફડીઆઇની ૪૬૦૦ અરજીને મંજુરીની મહોર મળી છે. અને આ પ્રક્રિયામાં લાગતો સમય ચાર મહિનાથી ઘટાડી પ૦ દિવસ થયો છે.
એફડીઆઇને બુસ્ટર ડોઝ આપવા ફોરેન ઇન્વેસ્ટમેન્ટ પ્રોમીશન બોર્ડ એફઆઇપીબીની ગયા વર્ષે સ્થાપના કરાઇ હતી. આ ૪૬૦૦ અરજીઓમાં અમેરિકન ટાવર કંપની, પ્લાનેટકાસ્ટ અને વેદાંતા ગ્રુપ જેવી કંપનીઓનો સમાવેશ છે.