માણસ જેવા અવાજો કાઢતા ટોકીંગ એન્ડ ટેમ બર્ડ તેમજ ગ્રે પેરોટે જમાવ્યું આકર્ષણ
બાલભવન ખાતે ૩૦ ગ્રામ વજન ધરાવતી ચકલીથી લઇને રપ કિલોના કલર બદલતા ટરકીશ પક્ષીને નગરજનોએ નજીકથી નિહાળ્યા
રાજકોટના બાલભવન ખાતે સૌરાષ્ટ્ર એન્ડ કચ્છ પેટ્ટસ બ્રીડર્સ અને ટ્રેડર્સ એસોસીએશન દ્વારા બર્ડ શો નું આયોજન કરવામાં આવ્યુ ં હતું. જેમાં મેકાઉ, જીબ્રા, ચકલી, ગ્રે, બજરીગર, લવ બર્ડ, કુનુર, આફ્રિગન ગ્રે, જાપાનીઝ કુકડાઓ, ટકીંસ વગેરે જેવા પક્ષીઓનો સમાવેશ કરાયો હતો. આ તકે વિવિધ પ્રકારની માછલીઓ, પક્ષીઓના ખોરાક, કાંચીડા પણ લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. અહીં ૩૦ ગ્રામથી શરુ કરી રપ કિલોના બર્ડ જોવા મળ્યા હતા. આ તકે મોટી સંખ્યામાં લોકોએ વિવિધ પક્ષીઓની જાણકારી મેળવી હતી. તેમજ તેમની જાણવણી અને તેમનાં વિશે માહીતી મેળવી હતી.
આ તકે અ‚ણભાઇએ જણાવ્યું હતું કે બર્ડ શોમાં અલગ અલગ ઓસ્ટ્રેલીયા, જર્મન, જાપાન, આફ્રિકા, બ્રાઝીલ વગેરે દેશોના પક્ષીઓ લગભગ જુદી જુદી ૩પ થી વધુ જાતના સાડા ચારસો બર્ડસ રાખવામાં આવ્યાં છે. સાથો સાથ બધાં જ પ્રકારના બર્ડ વિશેની માહીતી અહીંથી આપવામાં આવે છે.
જુદી જુદી રંગબેરંગી વિશ્વભરની માછલીઓ પણ એકવેરીયમમાં રાખવામાં આવેલી છે. અમારો મુખ્ય ઉદેશ્ય નાના બાળકોને આ વિવિધ પ્રકારના પક્ષીઓની માહીતી મળે તેમજ તેઓએ માત્ર પોતાના પુસ્તકો તેમજ ટીવીમાં જ આ પક્ષીઓને જોવા હોય છે તેને આજે રૂબરુ જોવા મળેશ.
આ તકે બાળકો પોતાના હાથમાં પણ પક્ષીઓને રાખી શકે, આ ઉપરાંત પક્ષી અલગ અલગ અવાજ કાઢતું હોય તે જોવાની બાળકોને મજા પડશે.
આ ઉપરાંત આફ્રિકન ગ્રે પોપટ અલગ અલગ પ્રકારના અવાજ કાઢે તે પણ તેમને જોવા મળે છે. આમ, બાળકોને વિવિધ પ્રકારની જાણકારી મળી રહે તેમજ લોકો પણ આવા પક્ષીઓથી માહીતગાર થાય તે અમારો મુખ્ય ઉદ્દેશ છે.
કેવીનભાઇ પટેલે જણાવ્યું હતું કે અમે એકસોટીક બર્ડસને ફીડ પ્રોવાઇડ કરીએ છીએ. આજના સમયમાં લોકોની એવી માનસિકતા છે કે બડસર્ને નોર્મલ સીડસ કે અનાજ જ આપવામાં આવતું હોય આજે જે શોખીન માણસો બર્ડ રાખે છે તેના માટે બર્ડને તેઓ વિવિધ પ્રકારના શાકભાજી, ફુટસ, વગેરે પણ આપે છે. ડ્રાય સીડમાં મારી પાસે ૪૦ થી વધુ વેરાવટીઓ છે. મારો લોકોને મેસેજ છે કે પક્ષીઓને ગાંઠીયા, તળેલા બી ન આપવા જોઇએ. તેનાથી તેમની ઉત્પતિ ઘટે છે માટે એમ ન કરવું.