એન્કાઉન્ટર પૂર્વે જે બસમાં સોહરાબુદ્દીન અને કૌશર બી મુસાફરી કરતા હતા તે બસના સાથી મુસાફર શિક્ષક હોસ્ટાઈલ !
ગુજરાતનાં પોલીસ બેડા અને રાજકારણમાં ભુકંપ સર્જનાર નકલી સોહરાબુદ્દીન એન્કાઉન્ટર કેસમાં સોમવારે અદાલત સમક્ષ વધુ એક સાક્ષી હોસ્ટાઈલ જાહેર થયા છે. અત્યાર સુધીમાં કુલ ૬૩ પૈકી ૪૫ સાક્ષીઓ હોસ્ટાઈલ થયા છે.
વર્ષમાં ૨૦૦૫માં સોહરાબુદ્દીન નકલી એન્કાઉન્ટર કેસમાં મુંબઈની ખાસ અદાલતમાં ગઈકાલે સાંગલીનાં શિક્ષક કે જેઓ સોહરાબુદ્દીન, કૌશર બી અને તુલસી પ્રજાપતિને જે બસમાં ગુજરાત લાવવામાં આવી રહ્યા હતા તે બસમાં સાથે મુસાફરી કરતા હોય નિવેદન લેવામાં આવ્યું હતું પરંતુ સાંગલીના શિક્ષકે અદાલત સમક્ષ સ્પષ્ટ કર્યું હતું કે તેઓને તો માત્ર ચાર નિવેદનો કે જે ગુજરાતીમાં હતા તેમાંથી મરાઠીમાં અનુવાદ કરવા જ આવ્યા હતા.
આમ, નકલી એન્કાઉન્ટર કેસમાં અત્યાર સુધીમાં અદાલતે ચકાસેલા ૬૩ પૈકી ૪૫ સાક્ષીઓ હોસ્ટાઈલ જાહેર થયા છે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com,