કેન્દ્રીય આંકડા અને કાર્યક્રમ અમલીકરણ મંત્રીનો રાજયસભા સાંસદ પરિમલ નથવાણીને જવાબ
હાલમાં ગુજરાતમાં કેન્દ્ર સરકારના ‚ા ૪૨,૭૮૮ કરોડના ૪૨ ઇન્ફાસ્ટ્રકચર પ્રોજેકટ અમલમાં છે. આ પ્રોજેકટમાં સૌથી વધુ ૧૪ પ્રોજેકટ રોડ ક્ષેત્રના: ત્યારબાદ ૧૩ પ્રોજેકટ રેલવે ક્ષેત્રના, ૮ પ્રોજેકટ પેટ્રોલીયમ ક્ષેત્રના, ૭ પ્રોજેકટ વિજ ક્ષેત્રના અને એક એક પ્રોજેકટ અણુ ઉર્જા નાગરીક ઉડ્ડયન અને સ્ટીલ ક્ષેત્રના છે. કેન્દ્રીય આંકડા અને કાર્યક્રમ અમલીકરણ મંત્રી ડી.વી. સદાનંદ ગૌડાએ રાજયસભામાં જુલાઇ ૨૭,૨૦૧૭ના રોજ સાંસદ પરિમલ નથવાણીના દ્વારા પૂછાયેલા પ્રશ્ર્નના ઉત્તરમાં આ માહીતી ઉપલબ્ધ બનાવી હતી.મંત્રીએ જણાવ્યું હતું કે કેન્દ્ર સરકાર આંડકા તથા કાર્યક્રમ અમલીકરણ વિભાગના માઘ્યમથી ‚ા ૧૫૦ કરોડ કે તેથી વધારેનો ખર્ચ ધરાવતા ઇન્ફ્રાસ્ટ્રકચર પ્રોજેકટ પર પ્રોજેકટનો અમલ કરતી એજન્સીઓએ આપેલી માહીતીના આધારે ઓનલાઇન કમ્પ્યુટરાઇઝડ મોનિટરીંગ સીસ્ટમથી પ્રોજેકટના અમલીકરણના સમય તથા ખર્ચમાં થતા વધારા પર નજર રાખે છે.નથવાણી હાલમાં ગુજરાતમાં કેન્દ્ર સરકાર દ્વારા કેટલા ઇન્ફ્રાસ્ટ્રકચર પ્રોજેકટનો અમલ કરવામાં આવી રહ્યો છે. આ પ્રોજેકટ હાલમાં કયા તબકકામાં છે અને સરકાર દ્વારા પ્રોજેકટના અમલની સમયમર્યાદા અને ખર્ચમાં થતા વધારા તેમજ પ્રોજેકટ વિલંબમાં ન મૂકાય તેમજ ખર્ચમાં વધારો ન થાય તે માટે સરકાર દ્વારા કરવામાં આવેલી વ્યવસ્થા અંગે જાણવા માંગતા હતા. વધુમાં તેમણે જણાવ્યું હતું કે એપ્રિલ ૧ ૨૦૧૭ની સ્થિતિએ સમગ્ર દેશમાં ૧૨૩૧ ઇન્ફ્રાસ્ટ્રકચર પ્રોજેકટનું તેમના મંત્રાલય દ્વારા નીરીક્ષણ કરવામાં આવી રહ્યું હતું. તેમાંથી ૩૨૭ પ્રોજેકટ વિલંબમાં મૂકાયા હતા. ૩૨૯ માં ખર્ચમાં વધારો થયો હતો અને ૧૦૫ પ્રોજેકટમાં સમયમર્યાદા તથા ખર્ચ બંનેમાં વધારો જણાયો હતો. મંત્રીના નિવેદન અનુસાર કેન્દ્ર સરકાર દ્વારા ઇન્ફ્રાસ્ટ્રકચર પ્રોજેકટમાં યોજના પૂર્ણ કરવાની સમયમર્યાદા તથા ખર્ચમાં વધારો ન થાય તેની તકેદારી માટે લેવામાં આવેલા પગલાઓમાં પ્રોજેકટની ધનિષ્ઠ તપાસ વધારે સારા નીરીક્ષણ માટે ઓનલાઇન કમ્પ્યુટરાઇઝડ મોનીટરીંગ સિસ્ટમ સમયમર્યાદા તથા ખર્ચમાં થયેલા વધારા માટે જવાબદારી નકકી કરવા મંત્રીઓનીબનેલી રીવાઇઝડ કોસ્ટ કમીટી, સંબંધીત વહીવટી મંત્રાલયો દ્વારા ઇન્ફ્રસ્ટ્રકચર પ્રોજેકટની નિયમીત સમીક્ષા અને મુખ્ય પ્રોજેકટો આડેની અડચણો દુર કરવા તથા તેના ઝડપી અમલીકરણનો સુલભ બનાવવા માટે રાજયોમાં મુખ્ય સચિવની અઘ્યક્ષતામાં સેન્ટ્રલ સેકટર પ્રોજેકટ કોર્ડિનેશન કમીટીની રચનાનો સમાવેશ થાય છે.