રાજુલામાં ગાયત્રી શકિતપીઠમાં ગાયત્રી પરીવાર, સુદર્શન નેત્રાલય અમરેલી તથા પીપાવાવ પોર્ટના સહયોગી આંખનો નિદાન તેમજ ઓપરેશન કેમ્પ યોજાયો હતો. જેમાં ૪૪૯ દર્દીઓએ લાભ લીધો. તેમાં ૧૦૦ ઓપરેશન માટે અમરેલી સુદર્શન નેત્રાલયમાં લઈ જવામાં આવ્યા તે તમામ દર્દીઓની જમવાની વ્યવસ્થા કરવામાં આવી.
આ આંખના કેમ્પની સાથે સાથે આયુર્વેદીક કેમ્પ પણ રાખવામાં આવેલ હતો. જેમાં બારપટોળી આયુર્વેદિક દવાખાનાના ડો.અશોકભાઈ ભટ્ટ દ્વારા ૧૨૫ દર્દીઓને તપાસવામાં આવેલ હતા અને તમામને ફ્રીમાં આયુર્વેદિક દવાઓ આપવામાં આવેલ હતી. ગાયત્રી શકિતપીઠ દર મહિને નેત્ર ફ્રિ નિદાન કેમ્પ યોજે છે જેમ આ વખતે આયુર્વેદિક અને હોમીયોપેથી ડોકટરો દ્વારા પણ પોતાની સેવા બજાવેલ છે. જેમાં મોટી સંખ્યામાં રાજુલા, જાફરાબાદ અને ખાંભા તાલુકાના દર્દીઓ લાભ લ્યે છે અને લોકોને આશીર્વાદ‚રૂપ આ કેમ્પ નિવડે છે.