કોરોના મહામારી માંથી ઉગરવા વિશ્વના મોટાભાગના દેશોમાં રસીકરણ અભિયાન શરૂ થઈ ગયું છે. ગત ૧૬મી જાન્યુઆરીથી ભારતમાં પણ વિશ્વની સૌથી મોટી રસીકરણ ઝૂંબેશ શરૂ થઈ છે. પ્રથમ તબક્કાના બે દિવસમાં 2.24 લાખ હેલ્થ વર્કર્સ ને કોરોના કવચ મળ્યું છે. જેમાંથી 447 લોકોને આડઅસર થઇ હોવાનું સામે આવ્યું છે. પરંતુ આ આડઅસર સામાન્ય જ નોંધાઈ છે.
447 લોકોમાં સામાન્ય તાવ, માથાનો દુ:ખાવો, કળતર જેવી સામાન્ય ફરિયાદ જ નોંધાઈ હતી. માત્ર ૩ લોકોને હોસ્પિટલમાં દાખલ કરવાની નોબત આવી હતી. જે એક ઋષિકેષ અને બે દિલ્હીમાં નોંધાયા હતા. દિલ્હીના બંને હેલ્થવર્કરને એઈમ્સમાંથી રજા પણ આપી દેવાઈ છે. જયારે ઋષિકેષ એઈમ્સમાં એક વ્યકિત નીરીક્ષણ હેઠળ છે.
દિલ્હીમાં પ્રથમ દિવસે 52 હેલ્થ વર્કર્સને ડોઝ અપાયા બાદ આડઅસર થઈ હતી. જેમાથી માત્ર એક વ્યક્તિને જ હોસ્પિટલ ખસેડવામાં આવી હતી જયારે બાકીના 51 હેલ્થ વર્કર્સને નજીવી આડઅસર થતા કોઈ ગંભીર પરેશાની નોંધાઈ ન હતી.