આજ દેશમાં મજુર કાયદાઓમાં સુધારાઓ અંગે ઘણો જ ચર્ચાનો વિષય છે. બધી સરકારોનો આ અંગે એક જ અભિગમ નથી રહ્યો. યુપીએ અને એનડીએમાં તફાવત જોવા મળે છે. અત્યારની કેન્દ્ર સરકાર આ સુધારાઓ ઝડપી કરવા માંગે છે. સારા પણ છે, ખરાબ પણ છે. સહમતી બનાવવા પ્રયાસ કરવાની જરુર છે.
વર્તમાન કેન્દ્ર સરકારની પ્રશસા કરવી જોઇએ કે તેણે ઘણા પગલાંઓ લીધા છે જે કામદારોના હિતમાં છે. ડો. આંબેડકરના સમયથી શરુ થયા છે. આમાં એક સારુ કામ બોનસ એકટમાં સુધારો, પાત્રતા સીમા ૧૦ હજાર વધારી રૂ. ૨૦ હજાર કરેલ છે. ચાઇલ્ડ લેબ કાનુનમાં સુધારો કરી ૧૪ વર્ષથી નીચેના બાળકો અંગે પ્રતિબંધ મુકેલ છે.
બધા કર્મચારીઓને માહીતી મળે તે માટે પોર્ટલ, યુનિટ લેબ આઇડેન્ટીફિકેશન નંબર યુનિવર્સલ એકાઉન્ટ નંબર વગેરેની શરુઆત કરેલ છે. મેટરનેટીવ લીવ મહિલાઓ માટે ૧ર વીકમાંથી ર૬ વીક કરવામાં આવેલ છે. કર્મચારી વિમા યોજનાની સીલીંગ રૂ. ૧૫ હજારમાંથી ર૧ હજાર કરેલ છે. આ સગવડતાને અસંગઠિત ક્ષેત્રો, જેવા કે આંગણવાડી, બાંધકામ ઓટો રીક્ષા વગેરેમાં પ્રભાવી બનાવવા કટીબઘ્ધ છે. ગેચ્યુરીની મર્યાદા ૧૦ લાખમાંથી ર૦ લાખ કરેલ છે.
જયારથી નવી કેન્દ્ર સરકારે ૪૪ કેન્દ્રીય શ્રમ કાનુનોના સ્થાને ૪ નવા લેબર કોડના રુપમાં લાવવાની ચર્ચા વિચારણા શરુ કરેલ છે. ઔઘોગિક સંબંધ, મજુરી અથવા વેતન, સામાજીક સુરક્ષા, કામનું વાતાવરણ તથા સુરક્ષા આમાંથી વેતન અંગેનું કોડ બીલ લોકસભામાં મોકલી આપેલ છે. ઔઘોગિક સંબંધ બીલ પર ત્રિપક્ષીય ચર્ચા વિચારણા ચાલુ છે. સામાજીક સુરક્ષા કોડ પર ત્રિપક્ષીય વિચાર વિમર્શ બાકી છે. જયારે ચોથા કોડનો પ્રસ્તાવિક ડ્રાફટ તૈયાર થાય છે થોડા જ સમયમાં વેબસાઇટ પર મુકવામાં આવશે.
ઔઘોગિક સંબંધ કોડમાં કોઇ બદલી વર્કર માત્ર એક વર્ષ સુધી જ બદલી વર્કર રહેશે. ત્યાર પછી તેની સ્થિતિ કાયમી મજુરની થઇ જશે. કોડમાં જોગવાઇ છે કે કોઇપણ મજુર અથવા કર્મચારી કોઇપણ ઔઘોગિક વિવાદ માં સીધા લેબર કોર્ટ અથવા ઔઘોગિક અદાલતમાં અરજી કરી શકશે. આનાથી રેફરન્સ જેવી લાંબી પ્રકિયામાંથી છુટકારો મળશે.
સામાજીક સુરક્ષા કોર્ડને એક રીતે ઐતિહાસિક અને ક્રાંતિકારી કાયદો કહી શકાય. જો આને ઠીક રીતે લાગુ કરવામાં આવે. અત્યારે સામાજીક સુરક્ષા ખાસ કરીને માત્ર સંગઠીત ક્ષેત્રના કામદારો માટે ઇ.એસ.આઇ. અને ઇ.પી.એફ. ના કાયદાઓ દ્વારા જ છે. સામાજીક સુરક્ષાનો લાભ એવી સંસ્થા માટે પણ છે કે જયાં એક જ કામદાર કામ કરતો હશે અત્યારે જે સંસ્થાઓમાં ૧૦ થી વધારે કર્મચારીઓ કામ કરે છે તેઓને કર્મચારી રાજય વિમા યોજના નો લાભ મળે છે અને જયાં ર૦ થી વધારે કર્મચારીઓ કામ કરે છે. ત્યાં કર્મચારી ભવિષ્ય નિધિ યોજના નો લાભ મળી રહ્યો છે.
આપણા દેશમાં શ્રમ-કાયદાઓમાં સુધારવાની પ્રક્રિયામાં ઘણાં જ ઉતાર-ચડાવથી પસાર થયેલ છે.આગામી સમયમાં આ બધા શ્રમ-કાયદાઓ અને ટ્રેડ યુનિયનો, માલિકો તથા સરકારની ભૂમિકા કેવી હશે તેના પર આધાર છે. આજની આવશ્યકતા અનુસાર પરિવર્તન જરુરી છે.