ડોળીયા, ઢેઢુકી, પાનવા, કરશનગઢ, ધ્રાંગધ્રા,વઢવાણ,ભગવાનપરમાં પોલીસે દરોડા પાડ્યા હતા જિલ્લામાંથી રૂ.૨.૧૬ લાખનો મુદ્દામાલ કબ્જે
સુરેન્દ્રનગર જિલ્લાનાં ઢેઢુકી, ડોળીયા, પાનવા, કરશનગઢ, ધ્રાંગધ્રા સહીતના વિસ્તારોમાંથી જુગાર રમતા ૪૪ પત્તાપ્રેમીઓને પોલીસે ઝડપી લીધા હતા. જ્યારે ૫શખ્સો પોલીસને થાપ આપી નાસી છુટવામાં સફળ રહ્યાં હતા.પોલીસે રોકડ રકમ, મોબાઇલ સહીત કુલ રૂપિયા ૨,૧૬,૭૯૦ નો મુદ્દામાલ કબજે કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.
સાયલા :ડોળીયામાં રહેણાંક મકાનમાં જુગાર રમાતા રમણીકભાઇ નથુભાઇ, હઠીસંગભાઇ ચૌહાણ, ભરતભાઇ દેવુભાઇ, શિવકુભાઇ ભાંભળા, મહેશભાઇ વજુભાઇ, રવુભાઇ જીલુભાઇ, ગણપતભાઇ મકવાણા, જયેશભાઇ બાબુભાઇ, ધીરુભાઇ નાગરભાઇ, બળવંતભાઇ સોલંકી, હકુભાઇ અઘુભાઇ, હરપાલસિંહ ડોડીયા સહિત ૧૨ શખ્સોને કુલ રૂપિયા ૧,૧૩,૪૦૦ મુદામાલ સાથે ઝડપી લીધા હતા. જ્યારે નાસી છુટેલા મંગાભાઇને ઝડપી લેવા કવાયત હાથ ધરી છે.જ્યારે બીજા દરોડામા સાયલાના ઢેઢુકી ગામની સીમમા જાહેરમાં જુગાર રમાતા વિપુલભાઇ ભુપતભાઇ, રમેશભાઇ કુકડીયા, મુકેશભાઇ ધનાભાઇ, અજીતભાઇ કંસાળા, દિનેશભાઇ ભીખુભાઇ, ગોપાલભાઇ હસમુખભાઇ, રાજુભાઇ જાદવ, રાયમલભાઇ ભુપતભાઇ ખમાણી સહિત ૮ શખ્સોને કુલ રૂપિયા ૪૧,૪૦૦ મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા.
મૂળી ના કરશનગઢમાં જુગાર રમતા વાસુભાઇ લક્ષ્મણભાઇ ધંધાણીયા, કલાભાઇ સુખાભાઇ અગેચણીયા, વાસુભાઇ બાબુભાઇ પટેલ, ભરતભાઇ દેવાભાઇ ઇન્દરીયા, અરવિંદભાઇ રાજાભાઇ થરેસાને રૂપિયા ૩૩,૦૦૦ નાં મુદામાલ સાથે ઝડપી લીધા હતા
ધ્રાંગધ્રાના ત્રીકોણબાગ પાસે જુગાર રમતા ભરતભાઈ કકુભાઈ ઉધરેચીયા, પીન્ટુભાઈ ભુપતભાઈ દેવીપુજક, બાબાભાઈ મહમદ, શરીફ ઈશાકભાઈ કાજડીયા અને દિલીપભાઈ બચુભાઈ દેવીપુજકને રૂપિયા ૯,૨૫૦ ના મુદામાલ સાથે ઝડપી લીધા હતા.
પાટડીના પાનવા ગામે જુગાર રમતા અંબુભાઇ કનુભાઇ ઠાકોર, રાજુભાઇ જીવાભાઈ ઠાકોર, મનુપ્રસાદ ગૌરીશંકર રાવલ, કાંતિભાઇ સુખાભાઇ ઠાકોર, કાળાભાઇ ગાંડાભાઇ ઠાકોર અને મેરૂભાઇ મણાભાઇ ઠાકોરને રોકડ રૂ.૧૦,૧૫૦ના મુદામાલ સાથે ઝબ્બે કરી તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.
વઢવાણના કોઠારીયા રોડ સુડવેલ સોસાયટીમાં જુગાર રમતા શાહરૂખભાઈ ઉર્ફે તીડી રમજાનભાઈ ચૌહાણ, નાગદાનભાઈ ચંદ્રેશભાઈ બાવડી, મહેન્દ્રભાઈ ઉર્ફે અજય આલજીભાઈ સોલંકી, મજીદખાન મોહબતખાન મલેક રૂ. ૬૩૪૦ના મુદ્દામાલ સાથે ઝડપાઇ ગયા હતા. જ્યારે દરોડા દરમિયાન ઇન્દ્રીખાન ઉર્ફે ઇદો ઇશાખાન ભાગી જતા આ બનાવની વધુ તપાસ એસ.પી.વાઘેલા કરી રહ્યાં છે.
લીંબડીના ભગવાનપર ગામની સીમમાં નર્મદા કેનાલ પાસે જુગાર રમતા પ્રવિણભાઈ સુંદરભાઈ સાંકોડીયા, નવઘણભાઈ સુંદરભાઈ સાંકોડીયા, ચિકાભાઈ સંગ્રામભાઈ પરાલીયા અને મુન્નાભાઈ દેવજીભાઈ મકવાણાને રૂપિયા ૩,૨૫૦ રોકડા સાથે પોલીસે ઝડપી લીધા હતા. જયારે નવઘણભાઈ ગોકુળભાઈ મેણીયા, દયારામભાઈ બચુભાઈ દેવથળા અને વાડીભાઈ પટેલ ભાગી છૂટયા હતા. પોલીસે રોકડ, મોબાઇલ સહીત કુલ રૂ.૨.૧૬ લાખનો મુદ્દામાલ કબજે કર્યો.