હરિયાણા પોલીસે પંચકૂલા હિંસા મામલે ડેરા સચ્ચા સોદા કમિટીના ૪૪ સભ્યોનું લિસ્ટ જાહેર કર્યું છે. તેમના પર રામ રહીમને રેપ કેસમાં દોષિત જાહેર કર્યા પછી ૨૫ ઓગસ્ટે હિંસા ફેલાવાનો આરોપ છે. આ લિસ્ટમાં ડેરા સભ્યોના ફોટા, નામ, એડ્રેસ જેવી માહિતી આપવામાં આવી છે. પોલીસે થોડા દિવસ પહેલાં જ તેની પૂછપરછ કરી હતી. આ લિસ્ટમાં અમુક લોકો પર દેશદ્રોહનો આરોપ લગાવવામાં આવ્યો છે. જ્યારે બાકીના લોકોને તપાસમાં સામેલ થવા માટે ઓર્ડર આપવામાં આવ્યા છે. અમુક સભ્યોની પહેલાં જ ધરપકડ કરી લેવામાં આવી છે. આ સિવાય પોલીસે ૧૭૦૦ લોકોના મોબાઈલ ટ્રેસ કર્યા છે. નોંધનીય છે કે, સાધ્વી રેપ કેસમાં ગુરમીત સિંહ રોહતક જેલમાં ૨૦વર્ષની જેલની સજા કાપી રહ્યો છે.
૮ એસઆઈટી રેડ કરી રહી છે…
રામ રહીમને ૨૫ઓગસ્ટે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. કોર્ટે તેને સાધ્વી રેપ કેસમાં દોષિત જાહેર કર્યો હતો. ત્યારપછી પંચકૂલા અને હરિયાણાના ઘણાં શહેરોમાં રમખાણો થયા હતા. પંચકૂલામાં કોર્ટની બહાર બાબાને ભગાડવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો. આ જ કેસમાં આરોપીઓની તપાસમાં પંચકૂલાપોલીસે ૮ એસઆઈટી જગ્યાએ રેડ પાડી હતી.
તેના અંતર્ગત હરિયાણાના ડીજીપી ઓફિસે ડેરાના ૪૪ સભ્યોની કિમિટીની લિસ્ટ પણ એસઆઈટીને આપી હતી. અત્યારસુધી ક્યાંય પણ આ કમિટીના દરેક સભ્યોના નામ- એડ્રેસ અને ફોટા સામે આવ્યા નહતા.