ધારાસભ્યોને મજા જ કરવી હોત તો ભાજપ પાસેથી પૈસા સ્વીકારી લેત: શકિતસિંહ
બેંગ્લોરમાં રોકાયેલા પ્રદેશમાં ૪ કોંગી ધારાસભ્યો તેમની વાત લઈ કર્ણાટકના ગર્વનર તરીકે હાલ ફરજ બજાવતા આપણા પૂર્વ નાણામંત્રી વજુભાઈ વાળાને મળતા ગયા હતા. તેમણે તેમની સાથેની ગેરવર્તણુક માટે ભાજપને જવાબદાર ગણાવતી રજુઆત કરી હતી તો જીતુ વાઘાણીએ આપેલા મજા કરવાના નિવેદનનો શકિતસિંહ દ્વારા જવાબ આપવામાં આવ્યો હતો. બીજીબાજુ રાહુલ ગાંધીએ ટવીટ કરી શકિતનો ઉપયોગ પીડિતો માટે કરવા સલાહ આપી હતી. તેમજ તેમણે પણ જાહેરમાં પ્રતિક્રિયા આપી હતી.આ અંગે પ્રાપ્ત માહિતી મુજબ પ્રદેશ કોંગ્રેસના ૪૪ ધારાસભ્યોના હોટલમાં રોકાયા હતા. તેમના પર હુમલા કરાવવા અને કોંગ્રેસને ખરીદવા સહિતના આક્ષેપોનો સામનો કરી રહેલ ભાજપને હવે ગઈકાલે રાહુલ ગાંધીની કાર પર થયેલ હુમલા મામલે વધુ એક આક્ષેપનો સામનો કરવો પડી રહ્યો છે. બેંગ્લોરમાં રોકાયેલા આ ધારાસભ્ય રોષ અને આક્રોશ વ્યકત કરવા આપણા પૂર્વ નાણામંત્રી અને કર્ણાટકના ગર્વનર પહોંચ્યા હતા. તેમજ તેમને રોષ તથા વ્યથા ઠાલવી હતી. આ મુલાકાત બાદ ભાજપના પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણીએ કોંગ્રેસના ધારાસભ્યો હવાતિયા મારી રહ્યા છે. તેમજ મજા કરવા બેંગ્લોર ગયા છે. તે નિવેદન સામે પણ શકિતસિંહે પ્રહાર કર્યો હતો. શકિતસિંહે જણાવ્યું હતું કે, શિવકુમાર વિરુઘ્ધ કોઈ કેસ હોય તો અમારા ગયા પહેલા દરોડા પાડી શકાય માટે ભાજપને જ જવાબદાર ગણાવી હતી. તેમજ બેંગ્લોરમાં કોઈ ધારાસભ્ય મજા કરવા નહોતા ગયા. લોકતંત્રની લડાઈ માટે અઠવાડિયું ચર્ચા-વિચારણા કરવા ગયા હતા. તેમ જણાવ્યું હતું. તેમજ મજા જ કરવી હોત તો ભાજપ પાસે પૈસા લઈ શકત તેમજ બેંગ્લોર નહીં વિદેશમાં સારામાં સારી સુવિધા સાથે મજા કરી હોત તેમ જણાવી જીતુ વાઘાણીના નિવેદનનું પણ ખંડન કર્યું હતું.