• કુલ 433 ઉમેદવારો દ્વારા તથા વિધાનસભાની પેટાચૂંટણી માટે 37 ઉમેદવારો દ્વારા ઉમેદવારી પત્રો ભર્યા 
  • લોકસભાની ચૂંટણી માટે કુલ 328 ઉમેદવારો તથા વિધાનસભાની પેટાચૂંટણી માટે 27 ઉમેદવારો માન્ય ઠર્યા 

Loksaha election 2024 : લોકસભાની સામાન્ય ચૂંટણી-2024 તથા વિધાનસભાની 05 બેઠકો માટેની પેટાચૂંટણીઓ માટે ગત તા.12 એપ્રિલથી તા.19 એપ્રિલ, 2024 સુધીમાં લોકસભાની ચૂંટણી માટે કુલ 433 ઉમેદવારો દ્વારા તથા વિધાનસભાની પેટાચૂંટણી માટે 37 ઉમેદવારો દ્વારા ઉમેદવારી પત્રો ભરવામાં આવ્યા હતા.

તા.20 તથા તા.21 એપ્રિલ, 2024ના રોજ તમામ ચૂંટણી અધિકારીઓ દ્વારા ઉમેદવારી પત્રોની ચકાસણી હાથ ધરવામાં આવી હતી. ચકાસણીના અંતે લોકસભાની ચૂંટણી માટે કુલ 328 ઉમેદવારો તથા વિધાનસભાની પેટાચૂંટણી માટે 27 ઉમેદવારો માન્ય ઠર્યા છે. જેમાં 6-ગાંધીનગર લોકસભા બેઠક પર સૌથી વધુ 30 ઉમેદવારો તથા 23-બારડોલી (અ.જ.જા) લોકસભા બેઠક પર સૌથી ઓછા 3 ઉમેદવારો માન્ય ઠર્યા છે.

વિધાનસભા બેઠકોની વાત કરીએ તો 26-વિજાપુર બેઠક પર સૌથી વધુ 8 જ્યારે 85-માણાવદર અને 108-ખંભાત બેઠક પર સૌથી ઓછા 4 ઉમેદવારો માન્ય ઠર્યા છે.

માન્ય થયેલા ઉમેદવારી પત્રો તા.22 એપ્રિલના રોજ બપોરે 3 વાગ્યા સુધી પાછા ખેંચી શકાશે. ત્યાર બાદ હરિફ ઉમેદવારોની આખરી યાદી જાહેર કરવામાં આવશે.જ્યારે સૌથી ઓછા 6-6 ઉમેદવાર દ્વારા માણાવદર તથા ખંભાત બેઠક પર ઉમેદવારી પત્ર ભરવામાં આવ્યા હતા, એમ સંયુક્ત મુખ્ય નિર્વાચન અધિકારી એ. બી. પટેલે જણાવ્યું હતું. તેમણે વધુમાં કહ્યું કે, આ ઉમેદવારી પત્રોની ક્રૂટિની આજે તા.20 એપ્રિલના રોજ ચાલી રહી છે. ક્રૂટિની બાદ માન્ય થયેલા ઉમેદવારી પત્રો તા.22 એપ્રિલના રોજ બપોરે 3 વાગ્યા સુધી પાછા ખેંચી શકાશે. ત્યાર બાદ હરીફ ઉમેદવારોની આખરી યાદી જાહેર કરવામાં આવશે.

વીશાલ સાગઠિયા 

કલમ અને કાગળ સાથે શોખથી વ્યવહાર કરું છું. શબ્દોની સાધક છું small writer in big world. Reader/ writer/ bookholic/ story writer /thinker/ video creator

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.