પૂર્વ કચ્છ પોલીસ અધિક્ષક ભાવનાબેન પટેલ ગાંધીધામની સુચના અને માર્ગદર્શન મુજબ એલ.સી.બી. ગાંધીધામના પોલીસ ઇન્સ્પે..
જે.પી. જાડેજા ને મળેલ બાતમી હીકકતને આધારે નવી મોટી ચિરઇ ગામમાં રહેતા હઠુભા કાનજીભા જાડેજા ઇંગ્લીશ દારુવેચાણ કરે છે અને ઇંગ્લીશ દારુનો જથ્થો નવી મોટી ચિરઇ ગામમાં કોલીવાસની બાજુમાં આવેલ ગ્રામ પંચાયત આવાસના તેના કબ્જા ભોગવટાના મકાન નંબર ૮ માં રાખેલ છે.
જે આધારે એલસીબીના પોલસ સબ ઇન્સ્પે. એમ.કે.ખાંટ તથા સ્ટાફને મળેલ બાતમી આધારે સુચના આપતા બાતમીવાળી જગ્યાએ આવેલ મકાનમાં તપાસ કરતાં હઠુભા કાનજીભા જાડેજા હાજર મળી આવેલ નહી પરંતુ મકાનમાંથી ગોવા સ્પેશીયલ પ્રિમીયમ વ્હીસ્કી કવાટરીયા નંગ ૪૩૨ કિં. રૂ ૪૩૨૦૦/- નો મુદામાલ કબજે કરી વધુ તપાસ માટે ભચાઉ પોલીસને સોંપવામાં આવેલ છે.
આ કામગીરીમાં એલસીબી ગાંધીધામના પોલીસ ઇન્સ્પે. જે.પી. જાડેજા પોલીસ સબ ઇન્સ્પે. એમ.કેખાંટ તથા સ્ટાફ ના એ.એસ.ન. આઇ લક્ષ્મણ આહીર પોલીસ હેડ કોન્સ્ટે. રાજેન્દ્ર પરમાર, પ્રહલાદસિંહ ચુડાસમા નરસિંહ પઢીયાર પોલીસ કોન્સ્પે. મહેન્દ્રસિંહ જાડેજા, કમલેશ ચાવડા, અજયસિંહ ઝાલા તથા ડ્રાઇવર મેરકુ આલાણી વગેરે જોડાયા હતા. આરોપીને પકડવા સહીતની આગળની કાર્યવાહી ભચાઉ પોલીસ ચલાવી રહી છે.