• સાત તાલુકાઓમાં હજી એક ટીપુ પણ પાણી પડયું નથી: સૌરાષ્ટ્રમાં દેવભૂમિ દ્વારકા જિલ્લામાં સૌથી વધુ મેઘ મહેર

સૌરાષ્ટ્ર-કચ્છના 90 પૈકી અડધો અડધ તાલુકાઓ એટલે કે  43 તાલુકાઓમાં આજની તારીખે વાવણીલાયક વરસાદસ પડયો નથી. આ ઉપરાંત જે  47 તાલુકાઓમાં જયાં વાવણી જોગ વરસાદ વરસી ગયો છે. ત્યાં પણ અનેક વિસ્તારોમાં હજી વાવણી થઈ શકી નથી જોકે  હજી એક સપ્તાહ સુધી ભારેથી અતિભારે  વરસાદની  આગાહી આપવામાં આવી હોવાના કારણે જગતાતની ચિંતા  ટળી જશે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં સૌથી વધુ 17.27 ટકા વરસાદ વરસી ગયો છે.

આ વખતે મેઘરાજાની સમયસર પધરામણી થવા પામી છે.  જેના કારણે  જગતાતના હૈયાં હરખાય રહ્યા છે. જોકે બીજી તરફ અડધુ સૌરાષ્ટ્ર-કચ્છ હજી વાવણી જોગ વરસાદથી વંચિત છે.  છેલ્લા બે દિવસથી રાજયમાં મેઘ મહેર જોવા મળી રહી છે. દરમિયાન  આગામી એક સપ્તાહ હજી ભારે વરસાદની  આગાહી આપવામાં આવી છે.

કચ્છના અબડાસા, અંજાર, ભચાઉ, ભૂજ, ગાંધીધામ, લખપત, માંડવી અને રાપરમા વાવણીલાયક વરસાદ પડયો નથી. કચ્છમાં 19.1 ટકા વરસાદ વરસી ગયો છે. સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા, દસાડા, લીંબડી, મુળીમાં ંહજીખેડુતો વાવણીલાયક વરસાદની વાટ જોઈ રહ્યા છે. રાજકોટ જિલ્લામાં ધોરાજી, ગોંડલ, જામકંડોરણા, જસદણ, જેતપુર, ઉપલેટા અને વિંછીયા તાલુકામાં  હજી વાવણી લાયક વરસાદ પડયો નથી.

મોરબી જિલ્લાનાં  હળવદ માળીયા મીયાણા, મોરબી,   તાલુકામાં ખેડુતો વાવણી લાયક મેઘ મહેરની રાહ જોઈ રહ્યા છે.

જામનગર જિલ્લાનાં ધ્રોલ, જોડીયા, જામજોધપુર અને જામનગર જિલ્લામાં વાવણીલાયક વરસાદ પડયો નથી. દેવભૂમિ દ્વારકા જિલ્લાના મોટાભાગના તાલુકાઓમાં સંતોષકારક વરસાદ વરસી ગયો છે. પોરબંદર જિલ્લાના કુતિયાણા તાલુકામાં  હજી વાવણી જોગ વરસાદ વરસ્યો  નથી. જૂનાગઢ જિલ્લાના ભેંસાણ, કેશોદ,  માણાવદર, માંગરોળમાં વાવણીલાયક વરસાદ વરસ્યો નથી.

જયારે ગીર સોમનાથ જિલ્લાના ગીરગઢડા, કોડીનાર, સુત્રાપાડા,  તાલાલા અને પાટણ-વેરાવળમાં હજી સુધી વાવણી જોગ વરસાદ પડયો  નથી. અમરેલી જિલ્લાના અમરેલી તાલુકા ઉપરાંત  બગસરા, ધારી, જાફરાબાદ, રાજુલા અને કુંકાવાવમાં વાવણીલાયક વરસાદ વરસ્યો નથી. ભાવનગર જિલ્લાના ભાવનગર, ઘોઘા,  મહુવા,  તળાજા, તાલુકાના ખેડુતો વાવણી લાયક વરસાદની વાટમાં છે. જયારે બોટાદ જિલ્લાનો ગઢડા તાલુકાના   જગતાત સારા વરસાદની વાટ જોઈ રહ્યા છે.

સસોઇ-ર ડેમમાં  17.72 ફુટ, કાબરકામાં 14.24 ફુટ, રૂપાવટીમાં 12.30 ફુટ પાણીની આવક

સૌરાષ્ટ્રમાં ત્રણ દિવસથી સતત વરસાદના કારણે 14 જળાશયોમાં નવા પાણીની આવક થવા પામી

સૌરાષ્ટ્રમાં છેલ્લા ત્રણ દિવસથી મેધ કૃપા વરસી રહી છે. જેના કારણે અનેક જળાશયોમાં નવા નીરની આવકના શ્રી ગણેશ થયા છે. ગઇકાલે સાત ડેમમાં પાણીની આવક થયા બાદ આજે સવારે પુરા થતાં છેલ્લા ર4 કલાકમાં 14 ડેમમાં નવા નીરની આવક થયાનું નોંધાયું છે.

રાજકોટ સિંચાઇ વર્તુળ પુર એકમના સુત્રોના જણાવ્યાનુસાર સતત મેધ મહેરના કારણે આજે સવારે પુરા થતાં છેલ્લા ર4 કલાક દરમિયાન 14 ડેમમાં નવા નીરની આવક થવા પામી છે. રાજકોટ જીલ્લાના ફોફળ ડેમમાં 0.10 ફુટ પાણીની આવક થવા પામી છે. રાજકોટની જીવાદોરી સમાજ આજી-1 ડેમમાં પણ નવું 0.10 ફુટ પાણી આવતા ર9 ફુટે ઓવરફલો થતા આજી-1 ડેમની સપાટી 20.90 ફુટે પહોંચી જવા પામી છે. અને ડેમ ઓવરફલો થવામાં માત્ર આઠ ફુટ જ બાકી રહ્યો છે. આ ઉપરાંત ખોડાપીપરમાં 0.33 ફુટ પાણીની આવક થવા પામી છે. મોરબી જીલ્લાના મચ્છુ-ર ડેમમાં 0.59 ફુટ, છોડા ધ્રોઇ ડેમમાં 0.16 ફુટ, બ્રાહ્મણી-ર ડેમમાં 0.49 ફુટ પાણીની આવક થવા પામી છે.

જામનગર જીલ્લામાં મોધરાજાની સવિશેષ કૃપા જોવા મળી છે. જેના કારણે જળાશયોમા પણ માતબર પાણીની આવક થવા પામી છે.

ઉંડ-3 ડેમમાં 1.80 ફુટ, રૂપાવટી ડેમમાં 12.30 ફુટ, સસોઇ-ર ડેમમાં 17.73 ફુટ પાણી આવ્યું છે. જીલ્લાના ર1 જળાશયોમાં હાલ 8.53 ટકા પાણી સંગ્રહિત છે. દેવભૂમિ જીલ્લાના વર્તુ-1 ડેમમાં 6.56 ફુટ, સોનમતી ડેમમાં 8.20 ફુટ, કાબરકા ડેમમાં 14.24 પાણીની આવક થવા પામી છે. જયારે સુરેન્દ્રનગર જીલ્લાના વઢવાણ ભોગાવો-ર (ધોળી ધજા) ડેમમાં 0.20 ફુટ, અને લીંબડી ભોગાવો-ર (વડોદ) ડેમમાં 0.16 ફુટ પાણીની આવક થવા પામી છે.

પ્રથમ સારા વરસાદમાં જ જળાશયોમાં નવાનીરની આવક થવા પામી છે.

I AM CRICKTER INDIAN ARMY

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.