રાજકોટ, મેટોડા અને પોરબંદરના શખ્સો પાસેથી રૂ.૨.૩૮ લાખની રોકડ અને ૪૧ મોબાઇલ કબ્જે
ધોરાજી તાલુકાના પાટણવાવ ખાતે આવેલા સુપ્રસિધ્ધ ઓસમ ડુંગર પર માત્રી માતાજીના મંદિર નજીક બ્રહ્મ ક્ષત્રિય સમાજના ઉતારા પાસે જુગાર રમાતો હોવાની બાતમીના આધારે પોલીસે દરોડો પાડી જુગાર રમતા ૪૩ શખ્સોને રૂ.૨.૩૮ લાખની રોકડ સાથે ધરપકડ કરવામાં આવી છે.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ ઓસમ ડુંગર પર બ્રહ્મ ક્ષત્રિય સમાજની વાડીના ઉતારા પાસે જુગાર રમાતો હોવાની બાતમીના આધારે ડીવાય.એસ.પી. જે.એમ.ભરવાડ, પાટણવાવ પોલીસ મથકના પી.એસ.આઇ. આર.એ.ભોજાણી, એન.વી.હરિયાણી, એએસઆઇ પ્રવિણસિંહ, કોન્સ્ટેબલ બી.એલ.કાતરીયા, મજબુતસિંહ અને દિવ્યરાજસિંહ સહિતના સ્ટાફે મોડીરાતે જુગાર અંગે દરોડો પાડયો હતો.
જુગાર રમતા ૪૩ શખ્સોને રૂ.૨.૩૮ લાખની રોકડ અને ૪૧ મોબાઇલ સાથે ધરપકડ કરી હતી. જુગાર રમતા રાજકોટ, મેટોડા અને પોરબંદર અગ્રણીઓ, વેપારીઓ અને નબીરાઓનો સમાવેશ થાય છે.
રાજકોટના ઢેબર રોડ પરના રમેશ પોપટ વસોયા, ગોલ્ડન પાર્ક સોસાયટીના પરસોતમ લાલજી રંગાણી, પંચસીલ સોસાયટીના વલ્લભ પોપટ વસોયા, સ્વામીનારાયણ ચોકના કેતન ચંદ્રકાંત પંડયા, સુભાષનગર નંદા હોલ પાસેના ગીરધર રણછોડ હરસોડા, મેટોડા જીઆઇડીસીના તિર્થરાજ રામલાલ કુશવા, ક‚ણા લાલજી બાગ, અંબિકા ટાઉનશીપના મૌલિક જયંતી પટેલ, અલય વાટીકાના રાજેશ બચુ વેકરીયા, હિરેન કાંતીલાલ માકડીયા, મોટામવાના પાર્થ વિનોદ પટેલ, અજીત હમીર વાઢીયા, પટેલ એવન્યુના જયદીપ ભૂપત વેકરીયા, રૈયાના રમેશ ગીગા મકવાણા, પંચશીલ સોસાયટીના દિનેશ વલ્લભ વસોયા, અંબીકા ટાઉનશીપના ભરત ઓધવજી વેકરીયા, રાજનગરના કાનજી મગન પોકર, હસમુખ ઓધવજી વેકરીયા, વડવાજડીના બાબુ જીવા ચૌહાણ, મેટોડાના મોડભા ભોજભા માણેક, વડવાજડીના રાહુલ નાથા રાજાણી, રાહુલ જગેશ્ર્વરયાદવ, પરેશ બાબુ રાજપૂત, રેનીશ ભીખુ રાજપૂત, જસ્મીત મગન ભંડેરી, અમરનગરના આકાશ ચુનિલાલ પાડલીયા, પોરબંદર ખારવાવાડના મેહુલ મગન ગોહેલ, રાજકોટ ‚ડાનગરના રણજીત કાનજી વેકરીયા, મોટામવાના વિજય જંયતીલાલ લકકડ, વિદ્યાકુંજના ભાવેશ તુલશી બારસીયા, વડવાજડીના અનુરાગ રામક્રિપાલ પ્રસાદ, વિક્રમ ભૈયાલાલ લુનીયા, સહજાનંદ પાર્કના સંદિપ સવજી ગામી,રામનગરના વિવેક ભરત મકવાણા, મોટા મવા નિલ તુલશી પાનસુરીયા, ખોડીયાર સોસાયટી ના જીકાશ છગન સખપરીયા, અંબિકા ટાઉનશીપ ના સંજય નાથા ગજેરા, સુભાષનગરના પરેશ સવજી ગોંડલીયા, અભિષેક મહેશ, ઇન્દ્રપ્રસ્થનગર ના મહેશ પરસોતમ વસોયા, મોટા મવા હાર્દિક કિશોર પટેલ, મોટા મવાના રોની રમણીક સોજીત્રા અને સાંઇનગરના કિરીટ બાબુ ટોલીયા નામના શખ્સોની ધરપકડ કરી છે.