રોકડ અને નવ બાઇક મળી રૂ૪.૧૦ લાખનો મુદામાલ કબ્જે
સાતમ-આઠમ પર્વમાં જીલ્લામાં ધમધમતા જુગાર ધામ પર એલ.સી.બી. અને સ્થાનીક પોલીસ છ સ્થળે દરોડા પાડી ૪૩ જુગારીયાની રોકડ રકમ રૂ૨.૨૩ લાખ સાથે ધરપકડ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ ગોંડલ તાલુકાના ગુંદાળા ગામની સીમમાં ગંગોત્રી પ્રોટીન્સ નામના કારખાનામાં ધમધમતા જુગાર ધામ પર દરોડો પાડી રવિભાઇ જયંતિભાઇ પટેલ સહીત સાત શખ્સોની ધરપકડ કરી જુગારના પટમાંથી રોકડા રૂ૮૧ હજાર અને પાંચ બાઇક મળી રૂ૧.૮૧ લાખનો મુદામાલ કબ્જે કર્યો હતો.
જેતપુરના ભોજાઘર વિસ્તારમાં રહેતા ગીતાબેન નરેશ કોળીના મકાનમાં સ્થાનિક પોલીસે દરોડો પાડી મકાન માલીક ગીતાબેન સહીત નવ શખ્સોની ધરપકડ કરી જુગારના પટમાંથી રૂ ૧૪૭૩૦ રોકડ કબજે કરી ધોરણસર કાર્યવાહી હાથ ધરી છે.
જેતપુરના માર્કેટીંગ યાર્ડમાં દુકાન ધરાવતા વિશાલ શાંતિલાલ અમરેલીયા નામના વેપારીની દુકાનમાં જુગાર ધામ ધમધમતું હોવાની એલ.સી.બી. ના નવ નિયુકત પી.આઇ. એમ.એસ. રાણા સહીતના સ્ટાફે દરોડો પાડી દુકાનદાર વિશાળ પટેલ સહીત સાત-શખ્સોની ધરપકડ કરી જુગારના પટમાંથી રોકડ રૂ૫૫૫૦૦ કબ્જે કરી કાર્યવાહી હાથ ધરી.
ગોંડલ તાલુકાના ઘોઘાવદર ગામે રહેતા બાબુભાઇ શામજીભાઇ ડોબરીયાની વાડીમાં જુગાર ધામ પર એલ.સી.બી. એ દરોડો પાડી વાડી માલીક બાબુ ડોબરીયાની ધરપકડ કરી જુગારના પટમાંથી રૂ૧૬ હજાર અને ચાર બાઇક મળી રૂ ૧.૬ લાખનો મુદામાલ કબ્જે કર્યો હતો.
શાપરના શાંતિધામ અક્ષર એપાર્ટમેન્ટના બ્લોક નં. ૪૦૩ માં રહેતા મહેશગીરી મૈધનાથના મકાનમાં રમાતો જુગાર રમાતો હોવાની આર.આર.સેલને મળેલી બાતમીના આધારે સ્ટાફે દરોડો પાડી મકાન માલીક મહેશગીરી મેધનાથ સહીત ચાર શખ્સોની ધરપકડ કરી રૂ૪૦૬૦૦ રોકડ કબજે કરી હતી.
જેતપુર તાલુકાના ચંાપરાજપુર ગામે જાહેર જુગાર રમતા હુસેન અબ્દુલ કુરેશી સહીત સાત શખ્સોની ધરપકડ કરી જુગારના પટમાંથી રૂ ૧૫ હજાર કબજે કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.