ગુજરાતના નગરો અને મહાનગરોના 5128 કરોડના 412 કરોડને બહાલી
કેન્દ્રની મોદી સરકાર દ્વારા અમૃત-2.0 યોજના અંતર્ગત ગુજરાતના નગરો, મહાનગરો માટેના વિવિધ કામો કરોડો રૂપીયા મંજૂર કરાયા છે. રાજકોટ મહાનગરપાલિકાના રૂ.429 કરોડના કામોને પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીની સરકાર દ્વારા મંજુર કરવામા આવ્યા છે.
આ અંગે મેયર ડો.પ્રદિપ ડવે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા ઓક્ટોબર-2021માં પાંચ વર્ષના સમય માટે અમૃત-2.0 યોજના લોન્ચ કરવામાં આવેલ. આ યોજના અંતર્ગત ગુજરાત ના નગરો અને મહાનગરો માટે વિવિધ 412 કામો પ્રથમ તબક્કામાં રૂ.5128 કરોડની દરખાસ્ત પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ હેઠળની કેન્દ્ર સરકાર દ્વારા મંજુર કરવામાં આવી છે. રાજ્ય સરકારના શહેરી વિકાસ મિશન જીયુડીએમ દ્વારા અમૃત-2.0 મિશન અંતર્ગત રૂ.15 હજાર કરોડના કામો સ્ટેટ વોટર એક્શન પ્લાન અન્વયે ત્રણ તબક્કામાં હાથ ધરવાનું આયોજન કરવામાં આવેલ છે.
રાજ્યોના નગરો, મહાનગરોમાં પાણી પુરવઠા તથા ભૂગર્ભ ગટર યોજના પુરી પાડવા શરૂ કરવામાં આવેલ અટલ મિશન ફોર રીજુવીનેશન એન્ડ અર્બન ટ્રાન્સફોર્મેશન અમૃત-2.0 મિશન અન્વયે ગુજરાત સરકારે રજુ કરેલી પ્રથમ તબક્કાના કામો માટેની રૂ.5128 કરોડની દરખાસ્ત કેન્દ્રીય શહેરી વિકાસ મંત્રાલયે મંજુર કરી છે. ગુજરાત શહેરી વિકાસ મિશન જીયુડીએમ દ્વારા સ્ટેટ વોટર એક્શન પ્લાન પ્રથમ તબક્કામાં રાજ્યની 8 મહાનગરપાલિકાઓ, 156 નગરપાલિકાઓ માટે રજુ કરવામાં આવેલી આ દરખાસ્તમાં પાણી પુરવઠાના 206, ભૂગર્ભ ગટર યોજનાના 70 તથા તળાવ નવિનીકરણના 68 અને બાગ બગીચાના 68 મળી કુલ 412 કામોનો સમાવેશ થાય છે.
અમૃત-2.0 યોજના હેઠળ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા મુખ્યત્વે વોટર વર્કસના જેમાં ડી.આઈ.પાઈપલાઈન, હેડવર્કસ, નેટવર્ક્સ ખર્ચનું અપગ્રેડેશન ઉપરાંત ભૂગર્ભના કામો સહિત રૂ.429 કરોડના કામો સૂચવવામાં આવેલ. જે તમામ કામો કેન્દ્ર સરકાર દ્વારા મંજુર કરવામાં આવેલ છે. જે મંજુર થતા આ તમામ કામો માટે ડી.પી.આર.બનાવવાની કામગીરી હાથ ધરાશે. કેન્દ્ર સરકાર દ્વારા ત્વરિત મંજુરી આપતા શહેરના વિકાસ કામોને વેગ મળશે.