૧૦૦ બાળકોની સારવાર ચાલુ
ગુજરાત સરકાર દ્રારા જૂનાગઢ સિવિલ હોસ્પિટલ માં કલબફુટ ક્લિનિક ની તા. ૧/૧૦/૨૦૧૬ ના રોજ શરૂઆત કરવામાં આવી હતી. જેને ૪ વર્ષ પુરા થયેલ છે. જેમાં અત્યાર સુધીમાં ૪૨૫ બાળકોને સારવાર આપવામાં આવી છે.
જુનાગઢ સિવિલ હોસ્પિટલના ડીન, સુપ્રિ. સિવિલ સર્જન, આર.એમ.ઓ,. એ.એચ..એ., ઓર્થો સર્જન ડો. પાલા અને ડો. નૈતિક છત્રાળાની રાહબારી હેઠળ આ અભિયાન અંતર્ગત છેલ્લા ૪ વર્ષ માં ક્લબફુટ ના ૪૨૫ બાળકો ને સારવાર આપવામાં આવી છે. જે પૈકી ના ૨૫૦ બાળકો સંપૂર્ણ સારવાર લઇ ચાલતા થઇ ગયા છે અને ૧૦૦ બાળકો ની સારવાર ચાલી રહી છે. તેમ કલબફુટ ક્લિનિકના કાઉન્સેલર શોભના દેસાઇએ જણાવ્યુ હતુ.અન્ય જિલ્લાઓની સાથે જૂનાગઢ જિલ્લામાં કલબફુટની સરકાર દ્વારા નિ:શુલ્ક સારવાર વિષેનો પ્રચાર કરી, જાગૃતિ લાવવાનો સફળ પ્રયાસ કરવામાં આવી રહયા છે. આ અભિયાન સફળ થાય તે માટે સી.ડી.એચ.ઓ., ટી.એચ.ઓ., મેડીકલ ઓફિસરો, આશા વર્કરો, આંગણવાડી કાર્યકરો અને સિવિલ હોસ્પીટલ જૂનાગઢનાં ઓર્થો સર્જન ડો. નિકુંજ ઠુંમર, ડો. નૈતિક છત્રાળા, ડો. મૈાલિક ભાલોડીયા, ડો.મયુર વાણિયા અને ડો.ચિરાગ પરમાર તથા હોસ્પિટલ સ્ટાફના અન્ય કર્મચારીઓએ જહેમત ઉઠાવી છે. હાલ માં છેલ્લા ૬ મહિનાથી ડો.ચિરાગ પરમાર કલબફુટના બાળકો ને સારવાર આપી રહ્યા છે.