શોધખોળમાં વિજ્ઞાની હરણફળ દર્શાઇ રહી છે ત્યારે શું આ શોધખોળનો ઉપયોગ માનવ જાતિનાં હિત માટે જ થઇ રહ્યો છે..? શું પૃથ્વીને તો કંઇ નુકશાન નથી થઇ રહ્યું ને…? સમાજને કેવી અસર થઇ છે નવા સંશોધનોની….? આ દરેક પ્રશ્નોના જવાબ આપવા UNESCOદ્વારા ૧૦ નવેમ્બરનાં દિવસે દર વર્ષે વિશ્ર્વ વિજ્ઞાન દિવસ ઉજવાય છે જેમાં વિજ્ઞાનનો સદ્ ઉપયોગ કરી પૃથ્વી તે સમાજ તથા માનવતા માટે કંઇક સકારાત્મક કરવું તેવું યાદ અપાવે છે.
ગ્લોબલ વોર્મિગ, આતંકવાદ, અણુ શસ્ત્રો, આ દરેકથી માનવજાત અને પૃથ્વીને બહોળા પ્રમાણમાં નુકશાન થાય છે જેમાં વૈજ્ઞાનિક શોધની મુખ્ય ભૂમિકાઓ રહેલી છે જ્યારે આઇનસ્ટાઇન દ્વારા અણુ બોમ્બની શોધ થઇ ત્યારે તેણે વિચાર્યુ ન હોતુ કે તેનો ઉપયોગ માનવજાત ભક્ષણ માટે કરવામાં આવશે…. તેને તો માનવજાતિના રક્ષણ માટે પરમાણુ બોમ્બની શોધ કરી હતી. એવી જ રીતે અત્યારના યુગમાં પણ એવી કેટલીય વૈજ્ઞાનિક શોધ છે જેનો દુરુપયોગ થઇ રહ્યો છે એટલે જ વિજ્ઞાનનાં ઉ૫યોગ અને તેના ફાયદાને યાદ કરવા વિશ્ર્વ વિજ્ઞાન દિવસ ઉજવાય છે જેનાં દ્વારા શાંતિ અને વિકાસનો સંદેશો આપવામાં આવે છે.