રાજ્યના ૧૪૨ શહેરોમાં પીએસઆઇ ફાળવાયા
ગુજરાત પોલીસના ઇતિહાસમાં ૪૨૧ PSIની સૌી મોટી બેચ આજે પોલીસ દળમાં કાર્યરત ઈ છે. કરાઈ પોલીસ એકેડમી ખાતે મુખ્યમંત્રી વિજય રૂપાણી અને ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજા, ઈન્ચાર્જ DGPપી.પી. પાન્ડેય સહિત ઉચ્ચ અધિકારીઓની ઉપસ્િિતમાં પાસિંગ આઉટ પરેડ યોજાઈ હતી. ૧૪ મહિનાની કઠોર તાલીમ પૂર્ણ તાં તૈયાર યેલા ૧૫૧ મહિલા અને ૨૭૦ પુરૂષમાંી અમદાવાદને ૧૪૨ PSIફાળવવામાં આવ્યાં છે. આ બેચમાં ૯૧ એન્જિનિયર, ૧ પીએચ.ડી. અને ૧૪૬ ડબલ ગ્રેજ્યુએટ સુધીનો અભ્યાસ કરેલા PSIછે. આ પ્રસંગે ૧૫ વર્ષ અગાઉ માત્ર ત્રણ બેરેકી શરૂ કરાયેલી કરાઈ પોલીસ એકેડમીમાં ૪૦૦ મિટરના સિન્ેટીક ટ્રેક અને એક ડાઈનિંગ હોલનું પણ લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
મુખ્યમંત્રીએ આ પ્રસંગે જણાવ્યું હતું કે, લોકસેવા માટે પોલીસદળમાં અધિકારી તરીકે સામેલ યેલા PSIપદ નહીં જવાબદારી સમજે તે જ શીખ છે. તેમના કૌશલ્યનો લાભ જનતાને મળે તે જરૂરી છે. કરાઈ પોલીસ એકેડમીના આરંભે સામેલ યેલા અને હાલમાં ડાયરેક્ટર કે.કે. ઓઝાએ જણાવ્યું હતું કે, કરાઈ એકેડમી અત્યારે દેશની શ્રેષ્ઠ પોલીસ ટ્રેનિંગ સ્કુલ બની ચૂકી છે.
આ પ્રસંગે શહીદોની શૌર્યગાા નામની પુસ્તિકાનું વિમોચન કરાયું હતું. આ સ્મરણ પુસ્તિકામાં ૧૯૬૦ી અત્યાર સુધીમાં પોલીસ તરીકેની કામગીરી દરમિયાન શહીદ યેલા ૩૨ પોલીસ કર્મચારીઓની ગાાને વર્ણવવામાં આવી છે. મિત્તલ પટેલ નામના મહિલા PSIને ડાયરેક્ટર્સ ટ્રોફી એનાયત કરવામાં આવી હતી. પ્રેગનન્સી દરમિયાન PSIતરીકે સિલેક્ટ યેલાં મોડાસા વિસ્તારના ગ્રામ્ય વિસ્તારમાંી પોલીસ દળમાં આવેલા મિત્તલ પટેલે માત્ર ૧૭ દિવસની પુત્રી સો કરાઈ એકેડમીમાં જોડાઈને ૧૪ મહિનાની કઠોર તાલીમ પસાર કરી હતી.