- આઠ દેશોના 15 નાગરિકોએ પણ રાષ્ટ્રપિતાના જીવન અંગે માહિતી મેળવી
ભારત સહિત વિશ્ર્વભરના દેશોના લોકોને અહિંસાના પુજારી એવા પૂ.મહાત્મા ગાંધીના જીવન કવન અંગે માહિતી મળી રહી તે માટે પૂ.બાપુએ જ્યાં અભ્યાસ કર્યો હતો ત્યાં આલ્ફ્રેડ હાઇસ્કૂલ ખાતે કોર્પોરેશન દ્વારા કરોડો રૂપિયાના ખર્ચે મહાત્મા ગાંધી મ્યુઝિયમનું નિર્માણ કરવામાં આવ્યું છે. જેનું ઓક્ટોબર-2018માં વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા લોકાર્પણ કરવામાં આવ્યું હતું. છેલ્લા સાડા ચાર વર્ષમાં 2.61 લાખ લોકોએ આ ઐતિહાસિક મ્યુઝિયમની મુલાકાત લીધી છે. ગત મે માસમાં અલગ-અલગ આઠ દેશના 15 મુલાકાતીઓ સહિત 4206 નાગરિકોએ ગાંધી મ્યુઝિયમની મુલાકાત લીધી હતી.
મે માસમાં વિવિધ દેશનાં કુલ 15 વિદેશી મુલાકાતીએ મહાત્મા ગાંધી મ્યુઝિયમની મુલાકાત લઈ મહાત્મા ગાંધીજીની જીવનયાત્રા તેમજ તેમના સિધ્ધાંતોની માહિતી મેળવી હતી.
મે માસમાં 4206 મુલાકાતીઓએ મ્યુઝિયમની મુલાકાત લીધી છે. જેમાં સ્કુલના 86 બાળકોએ પણ સમાવેશ થાય છે. વિશેષમાં ઓક્ટો. 2018માં મહાત્મા ગાંધી મ્યુઝિયમ ખુલ્લુ મુકવામાં આવ્યુ ત્યારથી હાલ સુધીમાં દેશ-વિદેશના કુલ 2,60,986 મુલાકાતીઓએ મ્યુઝિયમની મુલાકાત લીધેલ છે.
ક્યા દેશના નાગરિકો મહાત્મા ગાંધી મ્યુઝિયમના દર્શનાર્થે આવ્યા