સીદસરથી જામજોધપુર સુધી હાર્દિક પટેલનો રોડ-શો: ત્રણ હજારથી વધુ પાટીદારો જોડાયા: જય સરદાર, જય પાટીદારના નારા ગુંજયા
વિધાનસભા ચૂંટણીના પડઘમ વાગી રહ્યાં છે. ત્યારે રાજકીય સખળ-ડખળ વચ્ચે સીદસરથી જામજોધપુર સુધી ગુજરાત પાટીદાર અનામત સમીતીના ક્ધવીનર હાર્દિક પટેલનો રોડ-શો યોજાયો હતો. આ રોડ-શોમાં ત્રણ હજારથી વધુ પાટીદારો જોડાયા હતા. આ તકે હાર્દિકે ૪૨ પાટીદાર ધારાસભ્યો ભાજપથી ડરે છે જેથી સમાજ માટે બોલી શકતા નથી તેમ કહી હાર્દિકે તાનાશાહી સામે સતત લડત ચાલુ રહેશે અને અનામત આજ નહીં તો બે ચાર વર્ષમાં મળશે જ તેવો નિર્ધાર વ્યકત કર્યો હતો.
પાટીદાર અનામત આંદોલનના નેતા હાર્દિક પટેલે ગઈકાલે પ્રથમ સિદસર માતાજીના મંદિરે દર્શન કરી ગીગણીથી જામજોધપુર સુધી રોડ-શો કર્યો હતો. ખુલ્લી જીપમાં સવાર હાર્દિકના રોડ-શોમાં પાટીદાર ભાઈ-બહેનોએ જય સરદાર, જય પાટીદારના નારા લગાવ્યા હતા. રોડ-શો બાદ જામવાલી ગામે જનમેદની સંબોધતા હાર્દિકે કહ્યું હતું કે, અનામત આંદોલન ચાલુ કર્યા બાદ હું રાજદ્રોહના ગુનામાં જેલમાં ગયો હતો. આજના સમયમાં અનામતની જ‚ર છે અને તે માંગી રહ્યાં છીએ. આ લડાઈમાં પાટીદાર સમાજે ૧૪-૧૪ યુવક-યુવતીઓ ગુમાવ્યા ત્યારે એક પણ પાટીદાર સમાજનો ધારાસભ્યો ફરકયો ન હતો એટલે તેઓ નપુંશક છે.
તોરણીયા નકલંક આશ્રમ બાદ જામજોધપુરથી સિદસરને ત્યાંથી જામવાડી સુધી હાર્દિક પટેલના રોડ-શોમાં ૩ હજાર બાઈકો હતા. ઉપરાંત કારનો કાફલો પણ મસમોટો હતો. જામવાડીમાં સભાને સંબોધન વખતે હાર્દિક પટેલે સરકારને આડે હાથ લીધી હતી. પાટીદારોને એક થઈને ભાગલા પાડવાની ગંદી રાજ રમત સામે રહેવાની હાંકલ હાર્દિકે કરી હતી. રોડ-શો અને સભામાં અન્ય સમાજના લોકો પણ હાજર હતા. રાજપૂત સમાજ દ્વારા શક્તિના પ્રતિક સમાન તલવારની ભેટ આપવામાં આવી હતી. હાર્દિકે તોરણીયા નકલંક ધામ ખાતે રામદેવપીરના મંદિરે માથુ ટેકવ્યું હતું.