નલ સે જલ યોજના અંતર્ગત વિવિધ 57 પાલિકાને પાણી પુરવઠાના કામો માટે રૂ. 766 કરોડ ફાળવાયા

 અબતક, રાજકોટ

આગામી 30 વર્ષની વસ્તીને ઘ્યાનમાં રાખી રાજય સરકાર દ્વારા રાજયની અલગ અલગ મહાનગરપાલિકા અને નગરપાલિકાઓને પાણી પુરવઠાના કામો માટે ગ્રાન્ટની ફાળવણી કરવામાં આવે છે. જુનાગઢ મહાપાલિકા, ઝાલોદ, ચાલાલા અને માણસા પાલિકાને પાણી પુરવઠા યોજનાના કામો માટે રૂ. 4ર.73 કરોડ ફાળવવા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ દ્વારા સૈઘ્ધાંતિક મંજુરી આપવામાં આવી છે.અત્યાર સુધીમાં નલ સે જલ’ અન્વયે વિવિધ 57 નગરપાલિકાઓ માટે અત્યાર સુધીમાં રૂ. 766 કરોડ પાણી પુરવઠાના કામો માટે  સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના માંથી ફાળવાયા.

મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલે રાજ્યના નગરોના નાગરિકોને પીવાનું પાણી પર્યાપ્ત માત્રામાં મળી રહે તેવા જનહિત અભિગમથી 3 નગરપાલિકાઓ અને 1 મહાનગરપાલિકા માટે કુલ 42.73 કરોડ રૂપિયાના પાણી પુરવઠા યોજનાના કામો માટે એક જ દિવસમાં  સિદ્ધાંતિક મંજૂરી આપી છે.મુખ્યમંત્રીએ આ નગરો માં આગામી 30 વર્ષ એટલેકે 2051- 52 ની વસ્તીની પાણી માટેની જરૂરિયાત ના અંદાજો  ના આધારે શહેરી વિકાસ વિભાગે રજૂ કરેલી આ યોજનાઓની દરખાસ્તને સૈધાંતિક મંજૂરી આપી છેભૂપેન્દ્ર પટેલે  શહેરી વિકાસ વિભાગ મારફતે મળેલી આ નગરપાલિકાઓની વિવિધ પાણી પુરવઠા કામોની દરખાસ્તને મંજૂરી આપતા હવે   આ નગરપાલિકાઓમાં ફિલ્ટર પ્લાન્ટ, ભૂગર્ભ સંપ, ગ્રેવીટી મેઇન, રાઈઝિંગ મેઇન, પંપીંગ મશીનરી, પંપ રુમ અને નળ કનેક્શન વગેરે પાણી પુરવઠા ના  વિવિધ કામો સંબંધિત નગરપાલિકાઓ હાથ ધરશે.

સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનામાં મુખ્યમંત્રીએ જે 3 નગરપાલિકાઓ અને 1 મહાનગરપાલિકા માટે સમગ્રતયા રૂ. 42.73 કરોડ પાણી પુરવઠા યોજનાના કામો માટે ફાળવવાની મંજૂરી આપી છે તેમાં ઝાલોદ ને 14.16 કરોડ, ચલાલા માટે  3.40 કરોડ, માણસા ને 4.32 અને જુનાગઢ મહાનગરપાલિકાના ઝોન 3  માટે 20.85 કરોડની રકમનો સમાવેશ થાય છે.નગરો- મહાનગરોમાં વસતા નાગરિકો ને નિયમિત અને પૂરતા પ્રમાણમાં પાણી પુરવઠો મળી રહે તેવી પ્રતિબદ્ધતા સાથે નલ સે જલ અંતર્ગત રાજ્યની આ 3 નગરપાલિકાઓ સહિત કુલ 57 નગરપાલિકાઓ માટે અત્યાર સુધીમાં સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંર્તગત 766 કરોડ રૂપિયા પાણી પુરવઠાના જુદા જુદા  કામો માટે રાજ્ય સરકારે નગરપાલિકાઓ માટે  મંજૂર  કર્યા છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.