મચ્છુડેમ તૂટતા હજારો લોકોએ જીવ ગુમાવ્યા’તા
૧૧ ઓગષ્ટ ૧૯૭૯ મોરબી હોનારતનો કાળો દિવસ, તત્કાલીન મુખ્યમંત્રી, કૃષિમંત્રી લાંબો સમય મોરબી રહ્યા’તા
ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી બાબુભાઇ જશભાઈ પટેલ અને તત્કાલીન કૃષિ અને સિંચાઇ મંત્રી કેશુભાઈ પટેલ લાંબો સમય મોરબીમાં રહ્યા હતા.
મોરબીનો મચ્છુ ડેમ ૧૧ ઓગસ્ટ ૧૯૭૯ના રોજ તૂટતા અનેક લોકોએ જીવ ગુમાવ્યા હતા. હોનારાના ૪૧ વર્ષે જીવ ગુમાવનારાઓને શ્રાધ્ધાંજલી. ૧૧ ઓગસ્ટ ૧૯૭૯ મોરબી પાસેનો મચ્છુ ૨ ડેમ તૂટ્યો. ધસમસતા પૂરના પાણીએ મોરબી શહેર અને આજુબાજુના ગામડાઓને ખેદાન મેદાન કરી નાંખ્યા. હજારો લોકો અને પશુઓના જીવ ગયા. મોરબીને સાફ કરવા, મૃતદેહોનો નિકાલ કરવા અને સફાઈ માટે પૂરા દેશમાં થી છજજના સ્વયંસેવકો પહોંચી ગયા. ગુજરાત છજજ ના પ્રાંત પ્રચારક કેશવરાવ દેશમુખની સલાહથી પહોંચનારા સૌ મા આજના આપણા વડા પ્રધાન માન શ્રી નરેન્દ્ર ભાઇ મોદી પણ એક હતા. સફાઈ અને શરૂઆતની વ્યવસ્થાના કામમાં તેમનું પૂણઁ માંગ દશઁન રહ્યું.
તેઓ ત્યારે સંઘના પ્રચારક અને પ્રાંત ના વ્યવસ્થા પ્રમુખ હતા. માન વકીલસાહેબની સલાહ અનુસાર મોરબીના પુન: નિર્માણ મા બે નગર:, વધઁમાન નગર અને જનકલયાણ નગર બનાવવાનું નક્કી થયું. આ બાંધકામના કાર્યમાં નરેન્દ્ર ભાઇનું સંપૂર્ણ માર્ગદર્શન રહ્યું. વધુ મજૂરોની જરુર પડતા આંધ્રપ્રદેશ થી મજૂરો બોલાવ્યા. ત્યાંના કાર્યકર્તા બાપજી’ હજુ નરેન્દ્ર ભાઇની કુનેહ અને ત્વરાની વાતો વાગોળે છે.
નરેન્દ્ર ભાઇ પોતે કામ માટે જીપ લઇને દોડાદોડી કરતા. પૂર પિડીત સહાયતા સમિતિના વડા ડો પી વી દોશી અને પ્રવીણકાકાની દોરવણીથી ઉભા થયેલા બંને નગરોના લોકાર્પણ વખતે તે વખતના ગુજરાતના મુખ્ય મંત્રી શ્રી બાબુભાઇ જશભાઇ પટેલે સર સંઘચાલક બાળાસાહેબ દેવરસ પાસે સંઘ સ્વયંસેવકોની નિસવાઁથ સેવા અને શબ નિકાલ જેવા અઘરા કામની પ્રસંશા કરી હતી.અને પૂછ્યું કે સંઘના સ્વયંસેવકો આમ કામ કરવા કેમ દોડી જાય છે. ત્યારે તેમનો જવાબ હતો, ન દોડી જાય તો આશ્ચર્ય કહેવાયા. આજે ૧૧ ઓગસ્ટ આજ તારીખે ૧૯૭૯ સાલમાં મચ્છુ ૨ ડેમ તૂટતા અનેક લોકોએ જાન ગુમાવ્યા. આજના દિવસે સૌને શ્રદ્ધાંજલી.