દુર્ઘટનાનું કારણ હજુ સુધી અકબંધ: રાષ્ટ્રપ્રમુખ વાલ્દમીર પુતિને તપાસનાં આદેશો આપ્યા
વિશ્વભરમાં અત્યારે વધતી જતી હવાઈ મુસાફરોની સંખ્યાની સાથે-સાથે વિમાન દુર્ઘટનાનું પ્રમાણ પણ વધતું જોવા મળે છે ત્યારે રવિવારનાં રોજ મોસકો નજીક પેસેન્જર વિમાન તુટી પડતાં ૪૧ મુસાફરોનાં મૃત્યુની આશંકા સેવાઈ રહી છે. સર્જાયેલી આ દુર્ઘટના અંગે પ્રસિઘ્ધ થયેલા એક અહેવાલ મુજબ મોસકો નજીક રશિયન પેસેન્જર વિમાન આકાશમાં ચાલુ મુસાફરીએ અગનજવાળામાં લપેટાયા બાદ ઈમરજન્સી લેન્ડીંગ વખતે તુટી પડતાં બે બાળકો સહિત ૪૧ લોકોનાં મોતનું કારણ બન્યું છે.
આ દુર્ઘટના અંગેની તપાસમાં સુખોઈ સુપર જેટ શો મોસકોનાં એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડીંગ વખતે પ્લેનનાં પાછળનાં ભાગે લાગેલી આગ બાદ ધડાકા સાથે તુટી પડયું હતું. ઘણાં મુસાફરો પોતાનાં આપાતકાલીન દરવાજામાંથી બહાર નિકળી જઈ પોતાનો જીવ બચાવ્યો હતો.
વિમાનમાં મુસાફરી કરતાં ૭૮ મુસાફરો સાથે ૫ ક્રુમેમ્બરો મુસાફરી કરી રહ્યા હતા. આ દુર્ઘટનામાં ૭૮ માંથી ૩૭ લોકોને બચાવી લેવામાં આવ્યા છે. જોકે ૪૧ લોકોએ પોતાનો જીવ પણ ગુમાવ્યો છે તે અંગેની કોઈ સતાવાર જાણકારી મળી નથી. બચી ગયેલા મુસાફરો દ્વારા એવું પણ માનવામાં આવી રહ્યું છે કે, ખરાબ હવામાન અને નબળી લાઈટીંગ વ્યવસ્થાનાં અભાવે આ દુર્ઘટના સર્જાઈ હતી.
રાષ્ટ્રપ્રમુખ વાલ્દમીર કુતિને આ અંગેની તપાસનાં આદેશો જાહેર કર્યા છે. સાથોસાથ ઘવાયેલા યાત્રિકોને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. વિમાનમાં આગ લાગતાની સાથે જ ઈમરજન્સી લેન્ડીંગ કરાવીને મુસાફરોને સલામત રીતે બહાર કાઢવામાં ઝડપ કરવામાં આવી હતી.
રશિયામાં હવાઈ સેવા દુરસ્ત કરવા માટે વધુ વિમાનો ખરીદવાની પ્રક્રિયા દરમિયાન બોઈંગ અને એરબર્સ એરક્રાફટની જગ્યાએ સુખોઈ વિમાનો વપરાય છે. ૨૦૧૨માં સુખોઈની દુર્ઘટનામાં ૪૫ લોકોનાં મોત થયા હતા તેમાં પણ માનવક્ષતિ કારણભુત માનવામાં આવી હતી. આ દુર્ઘટના ઘટતાં અનેકવિધ ‚ટોને રદ કરવામાં આવ્યા છે.