- તાવ, એસિડ રિફ્લક્સ અને લોહીના ગંઠાવા સહિતની સમસ્યાઓ માટે લેવામાં આવતી દવાઓ ગુણવત્તામાં ફેલ
બોગસ ડોકટર, મેડીકલ અને દવાઓના ઉત્પાદન પર સરકાર દ્વારા કડક પગલાં લેવામાં આવી રહ્યા છે. થોડા સમય અગાઉ કરેલા પરીક્ષણ મુજબ 3000 જેટલી દવાઓ ગુણવત્તા પરીક્ષણમાં ફેલ ગઈ હતી. ત્યારે સેન્ટ્રલ ડ્રગ સ્ટાન્ડર્ડ કંટ્રોલ ઓર્ગેનાઈઝેશન (ઈઉજઈઘ)ને નવેમ્બરમાં વિવિધ દવાઓની 41 બેચ સબ-સ્ટાન્ડર્ડ ગુણવત્તાની હોવાનું જણાયું હતું. આ દવાઓ, તાવ અને એસિડ રિફ્લક્સ (પાચન સાથે સંબંધિત સમસ્યા ) જેવી સામાન્ય પરિસ્થિતિઓ માટે ઉપયોગમાં લેવાતી, નિર્દિષ્ટ ગુણવત્તા પરિમાણો નિષ્ફળ ગઈ.
સેન્ટ્રલ ડ્રગ સ્ટાન્ડર્ડ્સ કંટ્રોલ ઓર્ગેનાઈઝેશન દ્વારા તાજેતરમાં કરાયેલ સર્વેક્ષણ જાણવા મળ્યું છે કે બજારમાં વેચાતી દવાઓની 40થી વધુ બેચ ગુણવત્તામાં નિમ્ન કક્ષાએ પહોંચી છે. સીડીએસસીઓ, જે નવી દવાઓ અને ક્લિનિકલ ટ્રાયલ્સની મંજૂરી માટેની સર્વોચ્ચ સંસ્થા છે, તેણે આ અંગે ચેતવણી જારી કરી છે. માહિતી અનુસાર, તેમને નવેમ્બરમાં વિવિધ કંપનીઓ દ્વારા ઉત્પાદિત દવાઓની 41 બેચ ગુણવત્તામાં હલકી હોવાનું જણાયું હતું.આમાં તાવ, એસિડ રિફ્લક્સ અને લોહીના ગંઠાવાનું ઘટાડવા સહિતની અન્ય બિમારીઓ માટે લેવામાં આવતી કેટલીક દવાઓનો સમાવેશ થાય છે. એક યા બીજા પ્રકારના ગુણવત્તાના પરિમાણોમાં દવાના નમૂનાની નિષ્ફળતાને આધારે દવાની ગુણવતા અંગેની ઓળખ કરવામાં આવે છે. તાજેતરમાં, સીડીએસસીઓએ તપાસ માટે નવી માર્ગદર્શિકા રજૂ કરી છે. તે જણાવે છે કે દેશના તમામ ડ્રગ ઇન્સ્પેક્ટરોએ એક મહિનામાં ઓછામાં ઓછા 10 નમૂનાઓ એકત્રિત કરવા જોઈએ, જેમાંથી દવાઓના નવ નમૂના અને સૌંદર્ય પ્રસાધનો કે તબીબી ઉપકરણનો એક નમૂનો લઈ પરીક્ષણ કરવું સાવચેતીભર્યું છે.