રાજકોટ શહેર પોલીસ દ્વારા હેડ કવાર્ટર ખાતે મેગા રક્તદાન શિબિરનું આયોજન યું હતું. જેમાં ૪૦૪ તાલીર્માી પોલીસ જવાનોએ રકતદાન કર્યું હતું. પોલીસ કમિશનર ગેહલોતની રકતતુલા કરવામાં આવી હતી. આ તકે ઝોન-૨ ડીસીપી ડો.કરણરાજ વાઘેલા, ઝોન-૧ ડીસીપી બલરામ મીણા, જોઈન્ટ પોલીસ કમિશનર ડી.એસ.ભટ્ટ સહિતના પોલીસ અધિકારીઓ હાજર રહયાં હતા.
આ તકે ‘અબતક’ સોની વાતચીત દરમિયાન પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે કહ્યું હતું કે, ૪૦૪ નવલોહીયા જવાનો દ્વારા રકતદાન કરવામાં આવ્યું છે. આગામી સમયમાં આ જવાનો પોતાની કામગીરી શરૂ કરશે. એકત્રીત યેલું લોહી સીવીલ હોસ્પિટલને આપવામાં આવશે.
આ તકે ડીસીપી કરણરાજ વાઘેલાએ કહ્યું હતું કે, રક્તદાન એ મહાદાન માનવામાં આવે છે. આજરોજ તાલીર્માી ૪૦૪ જેટલા જવાનોએ રકતદાન કર્યું હતું. આ સો પોલીસ અધિકારીઓ પણ જોડાયા હતા. જરૂરીયાતમંદ લોકોને લોહી મળી રહે તે માટે આયોજન કરવામાં આવ્યું હતું.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com,