છેલ્લા છ વર્ષથી અત્યાર સુધીમાં અન્ય દેશોમાં ભારતના 403 વિદ્યાર્થીઓના મૃત્યુ થયા છે. જેમાં કુદરતી કારણો, અકસ્માત અને મેડિકલ બાબતોનો સમાવેશ થાય છે. 34 દેશમાંથી કેનેડામાં સૌથી વધુ 91 ભારતીય વિદ્યાર્થીઓ મૃત્યુ પામ્યા છે.વિદેશ રાજ્ય મંત્રી વી મુરલીધરને રાજ્યસભામાં લેખિત જવાબમાં જણાવ્યું હતું કે, મંત્રાલય પાસે ઉપલબ્ધ માહિતી પ્રમાણે 2018થી અત્યાર સુધી વિદેશમાં ભણતા 403 વિદ્યાર્થીઓનાં મૃત્યુનાં બનાવ નોંધાયા છે.
34 દેશમાંથી કેનેડામાં સૌથી વધુ 91 ભારતીય વિદ્યાર્થીઓ મૃત્યુ પામ્યા: કુદરતી કારણો, અકસ્માત અને મેડિકલ કારણોથી મૃત્યુ થયા
મિશન/પોસ્ટના વડાઓ તથા સિનિયર અધિકારીઓ વિદેશની યુનિવર્સિટી અને શિક્ષણ સંસ્થાઓની મુલાકાત લે છે અને ત્યાં ભણતા ભારતીય વિદ્યાર્થીઓ સાથે નિયમિત સંવાદ કરે છે.તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, વિદેશમાં ભણતા ભારતીય વિદ્યાર્થીની સુરક્ષાને સરકાર સર્વોચ્ચ પ્રાથમિકતા આપે છે.
કોઇ અનિચ્છનીય બનાવની સ્થિતિમાં એ દેશની સંબંધિત ઓથોરિટી સમક્ષ તરત મુદ્દો ઉઠાવવામાં આવે છે. જેથી ઘટનાની યોગ્ય તપાસ કરી દોષિતને સજા મળી શકે. દેશના વિદ્યાર્થીઓને ઇમરજન્સી મેડિકલ સારવાર, બોર્ડિંગ સહિતની સુવિધા જરૂરિયાત મુજબ આપવામાં આવે છે.અનિચ્છનીય બનાવનાં સંજોગોમાં યજમાન દેશનાં સંબંધિત સત્તાવાળાનો તાત્કાલિક સંપર્ક કરવામાં આવે છે અને ઘટનાની યોગ્ય તપાસ થાય અને આરોપીને સજા થાય તે સુનિશ્ચિત કરવામાં આવે છે. આ ઉપરાંત, મુશ્કેલીમાં મૂકાયેલા ભારતીય વિદ્યાર્થીઓને કોન્સ્યુલર ઓફિસ દ્વારા ઇમરજન્સી મેડિકલ સહાય અને બોર્ડિંગ-લોજિંગ સુવિધા પૂરી પાડવામાં આવે છે.
કયા દેશમાં કેટલાં વિદ્યાર્થીનાં મોત |
||
કેનેડા | 91 | |
ઇંગલેન્ડ | 48 | |
રશિયા | 40 | |
અમેરિકા | 36 | |
ઓસ્ટ્રેલિયા | 35 | |
યુક્રેન | 21 | |
જર્મની | 20 | |
સાયપ્રસ | 14 | |
ઇટલી | 10 | |
ફિલિપાઇન્સ | 10 |