આકાશ ગંગા જેવા મિલ્કીવે જેવી સ્કાયબ્લૂ ગેલેકસી નાના તારાઓનો સમૂહ
ભારતની પહેલી મલ્ટી વેવલોંથ સમર્પિત વેઘશાળા એસ્ટ્રોસેંટે એક દુર્લભ ગેલેકસી સમૂહના ફોટા કેમેરામાં કેદ કર્યા છે. તે પૃથ્વીથી લગભગ ૪૦ હજાર કરોડ પ્રકાશ વર્ષ દૂર છે.તેનું નામ એબેલ ૨૨૫૬ આપવામા આવ્યું છે. તેમા ત્રણ અલગ અલગ ગેલેકસી સમૂહ સામેલ છે. જેનો એક બીજામાં વિલય થઈ ગયો છે.
આ ત્રણ ગેલેકસીમાં ૫૦૦થી વધારે ગેલેકસીઓ છે જે આપણી પોતાની આકાશગંગા મિલકીવેથી ૧૦૦ ઘણી મોટી છે. અને ૧૫૦૦ ઘણી વધારે વજનદાર છે. ઈસરોએ આ અંગે જાણકારી આપતા કહ્યું કે, આ એસ્ટોસેંટ ફોટ ઓફ ધ મન્થ છે. જેને દુનિયાના બધા રેડિયો ટેલીસ્કોપમાં મૂકવામાં આવ્યો છે. આ કલસ્ટર એક મોટા ક્ષેત્રમાં ફેલાયેલી ગેલેકસીઓને પોતાનામાં જ સામેલ કરી દે છે. ખગોળશાસ્ત્રીઓએ આમાથક્ષ છ ગેલેકસીઓને ઝુમ કરી અલ્ટ્રાવાયલટ તસ્વીર કેદ કરી છે. જેના માટે ખગોળ શાસ્ત્રીઓ એ અલ્ટ્રા વાયલગ ઈમેજીંગ ટેલીસ્કોપનો ઉપયોગ કર્યો હતો.ખગોળ શાસ્ત્રીઓએ જણાવ્યું કે, ગેલેકસી સમૂહોનું નિર્માણ એવી સ્થિતિમાં હોય છે જે સ્પાઈરલ આકૃતિ વાવી ગેલેકસીઓ ધીરેધીરે લેટીકુલર અને અંડાકાર આકૃતિમાં બદલાઈ જાય છે. સ્પાઈરલ આકૃતિ આપણી આકાશગંગાના મિલ્કીવે જેવી હોય છે. જે રંગમાં સ્કાયબ્લ્યૂ જેવી હોય છે. અને તેમા મોટે ભાગે અને નાના તારા હોય છે.
પ્રાઈવેટ સ્પેસશિપમાં સુનિતા વિલિયમ્સ સહિત ૯ અવકાશયાત્રી સફર ખેડશે
૨૦૧૧ બાદ અમેરિક્ન ધરતી પરથી ઉડાન ભરનાર આ પ્રથમ ક્રૂ
ભારતીય મૂળના અમેરિકી અંતરીક્ષ યાત્રી સુજાતા વિલિયમ્સ એક નવો ઈતિહાસ રચવા જઈ રહ્યા છે. તેમને અમેરિકામાં તૈયાર થયેલી પ્રાઈવેટ સ્પેશશિપને પહેલીવાર અંતરીક્ષમાં લઈ જવાનું ગૌરવ પ્રાપ્ત થયું છે. નાશાએ આ અંગે પ્રાઈવેટ સ્પેસશિપ ઉડાન યોજના સાથે જોડાયેલી બોઈગ અને સ્પેસ એકસ કંપનીના કમર્શિયલ ક્રુની ઘોષણા કરી દીધી છે. આ નવ સદસ્યોની ક્રૂમાં સુનીતા વિલિયમ્સ પણ સામેલ છે.
ઉલ્લેખનીય છે કે મૂળ ભારત અને ગુજરાત સાથે જોડાયેલા સુનિતા પંડયા વિલિયમ્સ ખૂબજ બાહોશ છે. તેમને ગુજરાતી ફૂડ ખૂબજ પ્રિય છે. સુનિતા વિલિયમ્સની સાથે વિકટર ગ્લોવર, મિશેલ હીપકિસ, રોબર્ટ બેનકેન, ડગલસહર્લ, નિકોલસમાન, ક્રિસ્ટફર ફર્ગૂશન, એરિક બો, જો કસાડા પણ આ પ્રાઈવેટ સ્પેસ શિપની સફર કરશે.
મહત્વનું છે કે આ પ્રાઈવેટ સ્પેસશિપ કર્મશિયલ સ્પેસ ક્રાફટ યોજના પ્રમાણે અંતરીક્ષની ઉડાન ભરશે પહેલી ઉડાનની ૨૦૧૯માં શ‚આત કે મધ્ય સુધી થશે. શ‚આતમાં આ ક્રુ કેટલીકવાર ઉડાન પર જશે. જેમાં અલગ અલગ પરિસ્થિતિમાં કેવી રીતે રહી શકાય તે જોશે આક્રૂમાં ૮ એકિટવ નાસા મેમ્બર છે. અને એક પૂર્વ અંતરીક્ષ યાત્રી કમર્શિયલ ક્રૂમાં જોડાયા છે. આ ક્રુ મેમ્બર બોઈરગ એસએસટી ૧૦૦ સ્ટાર લાઈનર અને સ્પેસેક ડ્રાગનો સ્યુલસ સ્પેસપિને ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન સુધી લઈ જવામાં મદદ કરશે આ સાથે જ ૨૦૧૧ બાદ અમેરિકી ધરતી પરથી અંતરીક્ષ ઉડાન ભરનાર આપ્રથમ ક્રૂ મેમ્બર હશે.
૨૦૧૪માં બોઈંગ અને સ્પેસ એકસ બંનેને ૬.૮ બિલિયન ડોલરનો કોન્ટ્રાકટ આપવામાં આવ્યો હતો. આ કોન્ટ્રાકટ તેમને સ્પેસ સ્ટેશન સુધી ક્રુને લઈ જવા સ્પેસક્રાફટ તૈયાર કરવા માટે અપાયો હતો.
ઉલ્લેખનીય છે કે પોતાના પહેલા ઓપરેશન મિશનમાં સુનીતા વિલિયમ્સ અને જોસ કસાડા બોઈંગના વિમાનમાંથી ઉડાન ભરશે તો બીજી તરફ વિકટર ગ્લોવર અને મિશેલ કોપકિસ સ્પેસ એકસ ના વિમાનમાંથી ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન પહોચશે જોસ કસાડાની અંતરીક્ષમાં આ પ્રથમ ઉડાન છે.