એડવાન્સ ઓર્ડરનું બુકિંગ થયેલ 100થી વધુ મૂર્તિ પાણીમાં ઓગળી: મૂર્તિ ઓગળી જતાં અંદાજે 8 લાખથી વધુનું નુકશાન થશું: અતુલ પ્રજાપતિ
જામનગરમાં ગણેશ ઉત્સવ પહેલા વિઘ્નહર્તાની મુર્તિ બનાવનાર પરિવારને વરસાદ વિઘ્ન નડ્યુ છે જામનગર શહેરમાં ભારે વરસાદ વરસ્યો હતો. ભારે વરસાદના પગલે નિચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા હતા. જેમાં શહેરના ગુલાબનગર પાસે આવેલા નારણનગરમાં વિઘ્નહર્તાની મુર્તિ બનાવનારના ઘરમાં વરસાદી પાણી ફરી વળ્યા છે. આ વરસાદી પાણીમાં ઘરવખરીને તો નુકશાન થયુ છે. સાથે પરિવારની 10 માસની મહેનત પર પાણી ફરી વળ્યુ છે.*
નારણનગરમાં રહેતા અતુલ પ્રજાપતિ જે જાણીતા મૂર્તિ કલાકાર છે. ગણેશ ઉત્સવ દરમિયાન માટીના ઈકોફ્રેન્ડલી ગણેશજીની મુર્તિ બનાવે છે. ગણેશની મુર્તિ ગણેશ ઉત્સવના 10 માસ પહેલાથી બનાવવાનુ શરૂ કરે છે. પરિવારના 9 સભ્યો દૈનિક 10થી 12 કલાક સુધી મહેનત કરીને માટીના ગણેશજીની મુર્તિ તૈયાર કરી. હાલ સુધી કુલ 4000 જેટલી નાની-મોટી ગણેશની માટીની મુર્તિ તૈયાર કરવામાં આવી હતી. જેમાંથી 100 જેટલા મુર્તિના એડવાન્સ ઓર્ડરનુ બુકીંગ કરવામાં આવ્યુ હતુ.
માટીના ગણેશજીની મુર્તિ તૈયાર કરવા ખાસ પ્રકારની માટીનો ઉપયોગ કરવામાં આવે છે. જેને રંગથી રંગીને મુર્તિઓ તૈયાર કરવામાં આવે છે. ગણેશ ઉત્સવ બાદ મુર્તિનું વિસર્જન પાણીમાં થઈ શકે તે પ્રકારની માટીની મુર્તિઓ તૈયાર કરી હતી. પરંતુ ગણેશ ઉત્સવ પહેલા જ વરસાદી પાણી ઘરમાં ફરી વળતા ઉત્સવ પહેલા જ ગણેશજીનું ત્યાં જ વિસર્જન થયુ છે.માસમાં તૈયાર કરાયેલ વિઘ્નહર્તાની મુર્તિમાં વરસાદી પાણી ફરી વળતા મુર્તિઓ ફરી માટી બની ગઈ છે. 4 હજારથી વધુ મુર્તિઓ પર વરસાદી પાણી ફરી વળ્યા હતા. તમામ મુર્તિઓ ગણેશ ઉત્સવ પહેલા જ વિસર્જન થઈ ગઈ છે.
નાની મૂર્તિથી લઇન સાડા પાંચ ફુટ પાણીની મૂર્તિઓ તૈયાર કરવામાં આવી હતી. દર વર્ષે અંદાજે 10 લાખની મૂર્તિનો વેપાર પરિવાર કરતો હોય છે. પરંતુ આ વખતે અંદાજે 4000 જેટલી મૂર્તિ પર પાણી ફરી માટીના સ્વરુપમાં આવી છે. જેનાથી મૂર્તિ બનાવનાર ગરીબ પરિવારને અંદાજે 7 થી 8 લાખથી નુકશાન થયું છે.