ગ્રેટર રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીઝ અને ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ એસો. જીએસટી બાર એસો.ના સહયોગથી યોજાયેલા સેમીનારમાં જીએસટીના એડીશનલ ડાયરેકટર યોગેન્દ્ર ગર્ગ અને સેન્ટ્રલ જીએસટી કમિશ્નર પી.ડી. વાઘેલાએ માહિતી આપી
ગ્રેટર રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીઝ અને ચાર્ટડ એકાઉન્ટન્ટ એસો. અને જીએસટી બાર એસો. ના સહયોગથી જીએસટી સેમીનાર યોજવામા આવ્યો હતો. જેમાં દિલ્હીથી જીએસટી એડીશ્નલ ડાયરેકટર યોગેન્દ્ર ગર્ગ જીએસટી કમિશ્નર પી.ડી. વાઘેલા ખાસ હાજર રહ્યા હતા. અને વેપારીનાં પ્રશ્નો અંગે ચર્ચા કરી હતી.
એસ.જી.એસ.ટી. કમિશ્નર પી.ડી. વાઘેલાએ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું કે ખાસ તો સેમીનારમાં ઈવેબીલ, વેટના અપીલ અને ઓડીટનું જે જુનુ કામ છે. તેમાં ઝડપ કરવાની ચર્ચા થઈ એચ.એન.સી. કોડ ફેરફાર માટેની ચર્ચા, જેવો અન્ય નાના મોટા પ્રશ્નોની ચર્ચા થઈ હતી.
આ સેમીનારમાં અમુક લોકોએ તેમના પોતાના જીએસટીને લગતા પ્રશ્નો પણ રજૂ કર્યા ઉપરાંત સેમીનારનાં કારણે તેમને પણ નવા પ્રશ્નો જાણવા મળ્યા જેમાંથી અમુક સ્થળ પર જ ઉકેલાય ગયા છે. હવે આગળનો અમુક પ્રશ્નો લેખીતમાં મોકલવામાં આવશે તો સીસ્ટમને લગતા પ્રશ્નોનો પણ નિકાલ થશે જો પ્રશ્નો પહેલા મળી ગયા હોત તો અત્યાર સુધી પ્રશ્નોનો નિવેળો પણ આવી ગયો હોત. હવે વેપારીને જે કોઈ પ્રશ્નો હશે તો તેમને સો ટકા નીવેળો મળશે જ.
ગ્રેટર રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સનાં પ્રમુખ ધનસુખભાઈ વોરા એ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું કે જીએસટીને લગતા પ્રશ્નોની વેપારીઓ દ્વારા રજૂઆત કરવામાં આવી જેના નિવારણ પી.ડી. વાઘેલા અને યોગેન્દ્ર ગર્ગ દ્વારા આપવામાં આવ્યા હતા.
ખાસ તો તમામ વેપારીઓને સંતોષકારક જવાબ મળી રહ્યા હતા તમામ પ્રશ્નોને ન્યાય આપી પ્રશ્નોનું નિવારણ લાવ્યા હતા. ખાસ તો એક અગત્યનો નિર્ણય લેવામાં આવ્યો છે કે જીએસટીને લગતા કોઈપણ પ્રશ્નો ગ્રેટર રાજકોટ ઓફ ચેમ્બરને મોકલવામાં આવશે. જેથી વેપારીઓને પણ સોલ્યુશન મળી રહેશે.
દિલ્હીથી આવેલ જીએસટી એડીશ્નલ ડાયરેકટર યોગેન્દ્ર ગર્ગ એ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું કે. સેમીનારમાં મેઈન ચર્ચાઓ થઈ કે સૌરાષ્ટ્રના વેપારીઓને હાલમાં કેવા કેવા પ્રશ્નો ઉદભવે છે. તો આ પ્રશ્ને ઈ-વે બીલ, રીફ્રન્ડ, જેવા હતા ઉપરાંત અમુક ઈમીટેશન જવેલરી પરનાં પ્રશ્નો સ્પેસીફીક હતા જેનો વિગતવાર જોવાની જરૂરીયાત છે. ખાસ તો હવે કોઈ મોટી સમસ્યા નથી જીએસટી લાગુ થયું છે. ત્યારથી ૪૦૦થી પણ વધારે સુધારા થઈ ગયા છે. હાલમાં નવુ રીટર્ન પ્રોસેસ પણ આવવાનું છે જે જે સમસ્યા હાલ જાણવા મળી છે.તેના વિશે વિચારણા કરી પગલા લેવામાં આવશે.