- ઇન્ડિગોની સર્વિસ ખાડે ગઈ
- તુર્કીસ્તાન જતી ફ્લાઇટ ટેકનિકલ ખરાબીના કારણે ઈસ્તાંબુલમાં અટવાઈ
ટેકનિકલ સમસ્યાઓના કારણે ઈન્ડિગોની સિસ્ટમ ફરી એક વાર ઠપ્પ થઈ ગઈ હતી. જેમાં નવી દિલ્હી-મુંબઈ અને તુર્કી વચ્ચે મુસાફરી કરી રહેલા લગભગ 400 મુસાફરો ઈસ્તાંબુલ એરપોર્ટ પર 24 કલાકથી ફસાયેલા હતા. જ્યારે નારાજ મુસાફરોએ પ્રશ્નો ઉઠાવવાનું શરૂ કર્યું, ત્યારે એરલાઈને કહ્યું કે ઓપરેશનલ કારણોસર ફ્લાઈટ મોડી થઈ હતી. તાજેતરમાં જ ઇન્ડિગોની -મુંબઈ અને તુર્કી વચ્ચેની ફ્લાઈટમાં ભારે વિલંબ થતાં ઇસ્તંબુલ એરપોર્ટ પર સેંકડો મુસાફરો ફસાયેલા છે. તેમજ તેમને રહેવા-જમવાની સુવિધા મળી નથી. જેથી યાત્રીઓએ સોશિયલ મીડિયા પર પોતાની સમસ્યાઓ વ્યક્ત કરી હતી. ઈન્ડિગોએ વિલંબ માટે માફી માંગી છે. જોકે, વળતરની જાહેરાત કરવામાં આવી નથી. ઈન્ડિગોની ખરાબ રેન્કિંગ બાદ આ ઘટના બની છે. ત્યારે અંતે મુસાફરો હવે તેમના અનુભવો જણાવવા માટે સોશિયલ મીડિયા પર ગયા છે. જે અંગે શુભમ બંસલે કશક્ષસયમઈંક્ષ પર લખ્યું: “હું ઈસ્તાંબુલમાં ફસાયેલા 400 મુસાફરોમાંનો એક છું. ઈંક્ષમશૠજ્ઞ તરફથી કોઈ પ્રતિસાદ (અથવા) અપડેટ નથી. શું તમે આ રીતે એરલાઈન ચલાવો છો?”
સમગ્ર મામલે શુક્રવારે રાત્રે એક નિવેદનમાં, ઇન્ડિગોએ જણાવ્યું હતું કે: “ટેકનિકલ સમસ્યાઓના કારણે, મુંબઈ અને દિલ્હીથી ઇસ્તંબુલની ઇન્ડિગોની ફ્લાઇટ્સ મોડી થઈ હતી. જેના કારણે રિટર્ન સેક્ટરમાં વિલંબ થયો હતો. જેથી ગ્રાહકોને માહિતગાર કરી તમામ જરૂરી પગલાં લેવામાં આવ્યા હતા, અને તેઓને જ્યાં શક્ય હોય ત્યાં રિફ્રેશમેન્ટ અને રહેવાની સગવડ પૂરી પાડવામાં આવી હતી.”
આ સાથે અન્ય એક મુસાફરે ડ પર પોસ્ટ કર્યું “અમને કહેવામાં આવ્યું હતું કે અમને વળતર તરીકે ઇસ્તંબુલ એરપોર્ટ પર લાઉન્જ ઍક્સેસ મળશે. પરંતુ મોટી સંખ્યામાં ફસાયેલા મુસાફરોને સમાવવા માટે લાઉન્જ ખૂબ જ નાનો હતો. અમારામાંથી ઘણાને યોગ્ય સુવિધાઓ વિના કલાકો સુધી ઊભા રાખવામાં આવ્યા હતા. કોઈ વૈકલ્પિક ફ્લાઇટ્સ ઓફર કરવામાં આવી ન હતી, કોઈ યોગ્ય સંદેશાવ્યવહાર કરવામાં આવ્યો ન હતો, અને તે બધાને દૂર કરવા માટે – વળતર માટેની કોઈ યોજનાઓ શેર કરવામાં આવી ન હતી,” ઇન્ડિગોને તાજેતરમાં 2024 એરહેલ્પ સ્કોર રિપોર્ટમાં “વિશ્વની સૌથી ખરાબ એરલાઇન્સ” માં સ્થાન આપવામાં આવ્યું હતું, જેણે 4.8 ના સ્કોર સાથે 109 માંથી 103મું સ્થાન મેળવ્યું હતું. આ અહેવાલને નકારી કાઢતાં ઈન્ડિગોએ પદ્ધતિની ટીકા કરી હતી.