• અબતકની શુભેચ્છા મુલાકાતમાં નવનાત વણિક પરિવારના સભ્યોએ આપી વિગત

નવનાતના વિશ્વ વણિક સંગઠનના ઉપક્રમે રોયલ વણિક મેરેજ બ્યૂરોના સમન્વય સાથે પસંદગી મેળાવડો”નું આયોજન તા. 9/6/24 ને રવિવારના રોજ આયોજન કરવામાં આવ્યું હતું આ પરિચય મેળાવડામાં 400 થી વધુ નવનાત વણિક પરિવારના સભ્યોએ રોયલ વણિક મેરેજ બ્યૂરો” માં ભાગ લીધેલ હતો. ચંદ્રકાંતભાઈ શેઠની આગેવાની હેઠળ ચેતનભાઈ વખારિયા, દીપકભાઈ કોઠારી, નયનાબેન મોદી, રીધ્ધીબેન બાવીશી, સંજયભાઈ મહેતા, પરેશભાઈ મહેતા, મુકેશભાઈ ઝાટકીયા, વિધિબેન મહેતા, બીપીનભાઈ પારેખ, જગુભાઈ દોશી, પારસભાઈ, વંદિતભાઈ શેઠ, હર્ષભાઈ, હર્ષાબેન બોશ્મીયા, હેમલતાબેન, દિલીપભાઈ સહિત અનેક કાર્યકર્તાઓએ સેવા આપી હતી. દીપપ્રાગટ્ય શિલ્પા જવેલર્સના પ્રભુદાસભાઈ પારેખ, શેઠ ઉપાશ્રયના સેક્રેટરી નયનાબેન મોદી, રોયલ પાર્કના બીપીનભાઈ પારેખ, અશોકભાઈ મોદી, નવનાત વણિક સમાજ ના પ્રશાંતભાઈ શાહ એવમ રોયલ વણિક મેરેજ બ્યુરોના ચંદ્રકાન્તભાઈ શેઠ જોડાયા હતા.

અબતકની શુભેચ્છા મુલાકાતે ચેતનભાઈ વખારિયાએ જણાવ્યું હતુ કે રોયલ  વણિક મેરેજ દ્વારા નવનાત વણિક પરિચય મેળાવડામાં 13 યુવક-યુવતિ એક બીજાને  પસંદગીને પાત્ર બન્યા છે.

તેમની પરિવાર સાથે બેઠક પણ કરવામાં આવી છે. જે મેમ્બર્સ રોયલ મેરેજ બ્યુરોના મેમ્બર્સ બન્યા હશે તે મેમ્બર્સને દર રવિવારે 9 થી 1 વણિક ભવન શેઠ ઉપાશ્રય 150 ફૂટ રીંગરોડ કે.કે.વી. ચોક નજીક શેઠ ઉપાશ્રયમાં  બાયોડેટા જોવા મળશે. ફી મેલ ઉમેદવાર માટે નિ:શુલ્ક  રાખવામાં આવેલ છે.

અબતકની શુભેચ્છા મુલાકાતે ચેતનભાઈ વખારીયા, રિધ્ધી બાવીશી, નયના મોદી, દિપકભાઈ શેઠ, મુકેશભાઈ ઝાટકીયા, વિધિ મહેતા, હર્ષાબેન બોસમીયા ઉપસ્થિત રહ્યા હતા.

I AM CRICKTER INDIAN ARMY

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.