પતિએ રૂ. 89 હજાર નહી ચુકવતા પતિ સામે દાદ માગી તી
પત્નીને ભરણપોષણની રકમ નહીં ભરનાર પતિને 400 દિવસની સજાનો કોર્ટ દ્વારા હુકમ કરવામાં આવ્યો છે.કેસની વિગત મુજબ,અહીંના ગાંધીગ્રામ વિસ્તારમાં રહેતી પરિણીતા કીર્તિબેનના લગ્ન હળવદ રહેતા અને રેલવેમાં નોકરી કરતા કાળુભાઈ નારણભાઈ ભરાણા સાથે થયા હતા.આ લગ્નજીવનથી સંતાનમાં એક પુત્રની પ્રાપ્તિ થઈ હતી.
આ પછી પતિ પત્ની વચ્ચે તકરાર થતાં પરિણીતા પોતાના પોતાના પુત્ર સાથે માવતરે પરત ફરેલ હતી અને તેની પાસે આવક ન કોઈ સાધન ન હોઈ તેણે પોતાના પતી ભરણ પોષાણની માંગ કરતી અરજી સને 2000 માં કરેલ આ અરજીમા અદાલતે ભરણપોષણ મંજુર કર્યું હતું.
પતી આ રકમ ભરવામાં કસૂર કરતો હોઈ પરિણીતાએ પોતાના વકીલ અંતાણી મારફતે ભરણ પોષણની વસુલાતની કુલ 5 અરજીઓ રાજકોટ ની ફેમીલી કોર્ટમાં દાખલ કરેલ હતી, જેમા પતિએ અદાલતમાં હાજર થઈ 3 અરજીઓની ચડત રકમ રૂ.66,300 કોર્ટમાં ભરી આપેલ હતી અને બાકીની રકમ રૂ.89,000 પતિએ ન ચુકવતા પરિણીતાએ વકીલ અંતાણી એ પતી ને જેલમાં મોકલવા માટેની દલીલો કરી હતી.
અદાલતે દલીલો માન્ય રાખી પત્નીના ભરણ પોષણ કરવામાં કસુર કરનાર પતી કાળુભાઈને બાકીની બંને અરજીમાં 2કમ ન ભરવા બદલ બંને અરજીઓની મળી કુલ 400 દિવસની ની જેલ સજાનો હુકમ કર્યો હતો અને પતિને રાજકોટ સેન્ટ્રલ જેલમાં મોકલી આપવામા આવેલ હતો.આ કેસમાં પરિણીતા વતી કિર્તીબેન વતી એડવોકેટ સંદીપ કે. અંતાણી તથા સમીમબેન કુરેશી રોકાયેલ છે.