એટીએસની ટીમે મધ દરિયામાં  77 કિલો હેરોઇન સાથે ઝડપાયેપલા છ પાકિસ્તાની શખ્સોના ભુજ કોર્ટમાં રિમાન્ડ મગાશે

અબતક,રાજકોટ

સૌરાષ્ટ્રનો સાગર કાંઠો ડ્રગ્સ માફિયા માટે નસીલા પદાર્થની હેરાફેરી માટે સરળ માર્ગ બની રહેતા તંત્ર દ્વારા જુદી જુદી સુરક્ષા એજન્સીઓને સર્તક બનાવી દીધી છે. કચ્છના જખૌ દરિયા કિનારે ડ્રગ્સનું લેન્ડીગ કરવા આવેલી પાકિસ્તાનના કરાંચીની બોટને કોસ્ટ ગાર્ડ અને એટીએસ દ્વારા સયુંકત ઓપરેશન કરી ઝડપી લેવામાં સફળતા મળી છે. છ પાકિસ્તાની નાગરિક સાથેની ઝડપાયેલી અલ હુસેન નામની બોટમાંથી રૂા.400 કરોડની કિંમતનું 77 કિલો હેરોઇન કચ્છના પેડલરની મદદથી પંજાબ મોકલવાનું હોવાનું એટીએસની તપાસમાં બહાર આવ્યું છે.

પાકિસ્તાનના દરિયાઇ માર્ગે સૌથી નજીકનો વિસ્તાર ગણાતા જખૌ ખાતે શંકાસ્પદ બોટ આટાફેરા કરી રહ્યાની બાતમીના આધારે એટીએસની ટીમ દ્વારા કોસ્ટ ગાર્ડની મદદ લઇ મધ દરિયે ઓપરેશન હાથધરવામાં આવ્યું હતું. કોસ્ટ ગાર્ડની જુદી જુદી બોટ દ્વારા પાકિસ્તાની બોટને ઘેરી લઇ ઝડપી લીધી હતી. પાકિસ્તાનની અલ હુસેની બોટમાંથી રૂા.400 કરોડના 77 કિલો ડ્રગ્સનો જંગી જથ્થો મળી આવતા બોટમાં રહેલા પાકિસ્તાના કરાંચીના દાનિશ હસન વાઘેર, સાજીદ હુસેન વાઘેર, સાગર મોહમ્મદ વાઘેર, અશરફ ઇશાક વાઘેર, ઇમરાન તારીક વાઘેર અને ઇસ્માઇલ ઇબ્રાહીમ બડાલા નામના ખલાસીની ઝડપી લીધા હતા.

અલ હુસેની બોટ લઇને આવેલા છ પાકિસ્તાની નાગરિકોની પૂછપરછ દરમિયાન પાકિસ્તાનના ડ્રગ્સ માફિયા હાજી હસન અને હાજી હાસમ નામના શખ્સોએ કરાંચીના ઇમરાન તારીક વાઘેરને કચ્છના જખૌ ખાતે ડ્રગ્સની ડીલીવરી માટે બોટની વ્યવસ્થા કરવા જણાવ્યું હતું. પાકિસ્તાન દરિયામાં ઉભી રાખેલી અલ હુસેની બોટમાં પાકિસ્તાનના હાજી હાસમનો ભાણેજ મામુ અને અન્ય બે શખ્સો ફાયબર બોટમાં ડ્રગ્સ આપી ગયાનું પૂછપરછમાં બહાર આવ્યું છે.

પાકિસ્તાનની છ નાગરિકો ડ્રગ્સ સાથે જખૌ નજીક આવી વાયરલે સેટની મદદથી કચ્છના શખ્સોનો સંપર્ક કરી ડ્રગ્સનો જથ્થો રીસીવ કરે તે પહેલાં એટીએસ અને કોસ્ટ ગાર્ડના સ્ટાફે ઝડપી લીધા હોવાની રાજયના પોલીસ વડા આશિષ ભાટીયાએ કહી કચ્છના પેડલરની મદદથી ડ્રગ્સને પંજાબ મોકલવાનું હોવાનું જણાવ્યું છે.

ડ્રગ્સનો જથ્થો રિસીવ કરવા કોણ આવવાનું હતું અને પંજાબ કોને આપવાનો હતો તે અંગેની પૂછપરછ માટે પાકિસ્તાની શખ્સોને રિમાન્ડ માટે ભૂજ કોર્ટમાં રજુ કરવામાં આવનાર છે.

 

77 કિલો હેરોઇનનો જથ્થો કચ્છના પેડલરની મદદથી પંજાબ મોકલવાનું ખુલ્યું

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.