રૂડા વિસ્તારમાં પાણી સમસ્યા ભુતકાળ બનશે: ટૂંક સમયમાં નર્મદા યોજના હેઠળ તમામ ગામોને આવરી લેવાશે
રાજકોટ શહેર ફરતે આવેલા રૂડા હસ્તકના ૫૨ ગામોમાં વિકાસ ઝડપી બન્યો છે પરંતુ હાલ આ ગામોમાં પાણીની સમસ્યા હોય ઉનાળામાં ગ્રામજનોની સ્થિતિ ભારે વિકટ બને છે. જેથી આ ગામોની તાજેતરમાં ઉકેલી પાણી માટેની રાવોનું નિરાકરણ લાવવા ડાએ ૪૦૦ કરોડ પિયાના ખર્ચે નર્મદાનું પાણી પહોંચાડીને આગામી સમયમાં નળ દ્વારા પાણી આપવાની યોજના બનાવી છે.
આ યોજના અંગેની વિગત આપતા કલેકટર અને ડાના ચેરમેન ડો.રાહુલ ગુપ્તાએ જણાવ્યું હતું કે, ઝડપભેર વિકાસ પામી રહેલા રાજકોટ શહેર નજીકના ડા હેઠળ આવેલા ૫૨ ગામોને પાણી માટે ભુગર્ભ જળ પર આધારીત રહેવું પડે છે. તાજેતરમાં ઉનાળામાં આ ભુગર્ભ જળ ઉંડા જતા આ ગામોમાં પાણીની તંગીની સમસ્યા ઉદભવી હતી. શહેરની નજીક આવેલા ગામોમાં અનેક સોસાયટી બની હોય જયાં પાણીની સમસ્યા તંત્ર માટે પ્રશ્નાર્થ બન્યો હતો. જોકે, આ પાણીની તંગી નિવારવા રૂડા તંત્રએ આ ગામોમાં કામચલાઉ આયોજન તરીકે પાણીના ટેન્કરો શરૂ કર્યા હતા
પરંતુ આ સમસ્યાનો કાયમી નિરાકરણ અને પાણીના અભાવે આ ગામોનો વિકાસ અટકે નહીં તે માટે રૂડા તંત્રએ ૪૦૦ કરોડ પિયાના ખર્ચે આ ૫૨ ગામોને નર્મદાના નીર આપવાની યોજના બનાવી છે. જેમાં ૩૦૦ કરોડ પિયા શહેરી વિકાસ વિભાગ દ્વારા જયારે ૧૦૦ કરોડ રૂપિયા રૂડા દ્વારા આપવાની વિચારણા હાથ ધરાઈ છે. આ યોજનાને રાજય સરકારમાંથી આખરી મંજુરી મળ્યે તુરંત કામગીરી હાથ ધરાશે તેમ ડો.ગુપ્તાએ અંતમાં જણાવ્યું હતું.