૧૪મીથી ક્રિકેટ ટુર્નામેન્ટનો આરંભ: ભાજપ કાર્યાલય ખાતેથી ફોર્મ વિતરણ
રાજકોટ શહેર ભાજપ દ્વારા ઓપન રાજકોટ રાત્રી પ્રકાશ ટેનીસ ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાશે જેમાં શહેરના તમામ વોર્ડમાંથી ૮૦ ટીમોના ૧૦૦૦ ખેલાડીઓ ભાગ લેશે. આગામી ૧૪મી મે થી સાંજે ૭.૩૦ થી શાસ્ત્રી મેદાન ખાતેથી ટેનીસ ક્રિકેટ ટુર્નામેન્ટનો ભવ્ય પ્રારંભ થશે.
પ્રદેશ ભાજપ અગ્રણી નીતીન ભારદ્વાજ, શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી, મહામંત્રી દેવાંગ માંકડ, જીતુ કોઠારી, કિશોર રાઠોડ, યુવા ભાજપ પ્રમુખ પ્રદીપ ડવની એક સંયુકત અખબારી યાદીમાં જણાવાયું છે કે શહેર ભાજપ દ્વારા આગામી તા. ૧૪ ને ગુરુવારના સાંજે ૭.૩૦ કલાકથી શહેરના શાસ્ત્રી મેદાન ખાતે રાત્રિ પ્રકાશ ક્રિકેટ ટુર્નામેન્ટનો ભવ્ય પ્રારંભ થઇ રહ્યો છે.
આ અંગે વધુ માહીતી આપણા તેઓએ જણાવ્યું હતું કે ગુજરાત મ્યુનિ. ફાઇનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખ ભંડેરી, પ્રદેશ ભાજપ અગ્રણી નીતીન ભારદ્વાજ, શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી, મહામંત્રી દેવાંગ માંકડ, જીતુ કોઠારી, કિશોર રાઠોડના
માર્ગદર્શન હેઠળ યોજાઇ રહેલ આ રાત્રી પ્રકાશ ક્રિકેટ ટુર્ના.માં સૌરાષ્ટ્રભરની ૮૦ ટીમોના આશરે ૧૦૦૦ થી વધુ ખેલાડીઓ ભાગ લઇ રહ્યા છે. ત્યારે આ ટુર્નામેન્ટમાં ૮ લાઇટીગ ટાવર સહીત ર૦૦ ફલડલાઇટ હેઠળ ગ્રાઉન્ડ ઝગગશે. ટુર્નામેન્ટ દરમ્યાન ૧૦ અમ્૫ાયપર, ર સ્કોરર, પ ગ્રાઉન્ડ મેન સતત ફરજ બજાવશે અને ગ્રાઉન્ડ ૧૮૫ ફુટની બાઉન્ડ્રી રહેશે.
ત્યારે શહેરના તમામ વોર્ડમાંથી ૮૦ ટીમોના અંદાજે ૧૦૦૦ થીવધુ ખેલાડીઓ આ રાત્રી પ્રકાશ ક્રિકેટ ટુર્નામેન્ટમાં પોતાનું કૌવત ઝળકાવશે. આ ક્રિકેટ ટુર્નામેન્ટને સફળ બનાવવા માટે શહેર યુવા ભાજપ પ્રમુખ પ્રદીપ ડવ, મહામંત્રી પરેશ પીપળીયા, પૃથ્વીસિંહ વાળા વોર્ડ નઁ.૭ ના પ્રભારી સુરેન્દ્રસિંહ વાળા, વોર્ડ પ્રમુખ જીતુભાઇ સેલારા, મહામંત્રી કીરીટ ગોહેલ, રમેશભાઇ પંડયા, સહીતના જહેમત ઉઠાવી રહ્યા છે. ટુર્નામેન્ટમાં ભાગ લેવા માટે શહેર ભાજપ કાર્યાલય ખાતે ફોર્મ મળશે.