સ્વામિનારાયણ ગુરુુકુલ વિશ્વવિદ્યા પ્રતિષ્ઠાનમ એસજીવીપી ખાતે અમેરિકા અને કેનેડા સત્સંગ પ્રચારાર્થે ગયેલા પૂ. માધવપ્રિયદાસજી સ્વામી, પુરાણી બાલકૃષ્ણદાસજી સ્વામીની પ્રેરણાથી,સંસ્કાર સભર ડીવાઇન – સમર કેમ્પ તા.૧ મે થી એક માસ સુધી શરુ થયેલ છે. જેમાં અમદાવાદ શહેરમાંથી ૪૦૦ ઉપરાંત બાળકો અને બાલિકાઓ જોડાયાં છે.
બાળકોને લઇ આવવા જવા માટે બસની સુવિધા રાખવામાં આવી છે. કેેેેમ્પમાં પ્રેમાનંદ મ્યુઝિક એકેડેમી દ્વારા સંગીત અને સ્પોર્ટસ અને સાથે સાથે સંસ્કાર સભર શિક્ષણ અપાઇ રહેલ છે. સંગીતના સાધનોમાં સિતાર, ગિટાર, તબલા, વાંસળી, ડ્રમ, વાયોલિન, પખાવજ, મૃદંગ, ઢોલક, નૃત્ય, ગાયન વગેરે શીખવાડવામાં આવે છે. દર્શનપ્રિયદાસજી સ્વામીના માર્ગદર્શન નીચે મ્યુઝીક ડાયરેકટર ભાવેશભાઇ ગોળવિયા વગેરે સેવા આપી રહ્યા છે.