તલવાર રાસ, તાલી રાસ અને અંઠીગોનું અનેરૂ આકર્ષણ
શહેરમાં અનેક જગ્યાએ પ્રાચીન ગરબીઓ થઈ રહી છે. અને તેમાં ભાગ લેતી બાળાઓ દ્વારા વિવિધ પ્રકારના રાસ રજૂ કરવામાં આવે છે.ત્યારે શહેરની ભાગોળે રૈયારોડ, હનુમાન મઢી સ્થિત છેલ્લા ૪૦ વર્ષથી મોમાઈ ગરબીનું આયોજન કરવામાં આવે છે.
મોમાઈ ગરબી મંડળ છેલ્લા ૪૦ વર્ષથી કાર્યરત છે. આ ગરબી અતિ જૂની અને પરંપરાગત ગરબી છે. આ ગરબીમાં ૪૦ બાળાઓ અને ૩૨ બાળકો દ્વારા વિવિધ રાસ ગરબા રજૂ કરવામાં આવે છે. જેમાં તલવાર રાસ, અઠીંગો, ખંજુરી રાસ, તાલી રાસનું વિશેષ મહત્વ છે.
૪૦ વર્ષ જૂની મોમાઈ ગરબીમાં બીજા નોરતે બહોળી સંખ્યામાં લોકો ગરબી જોવા માટે ઉમટી પડયા હતા. નોરતાના છેલ્લા દિવસે ગરબીની બાળાઓને વિવિધ લ્હાણી આપવામા આવે છે. ગરબીનું આયોજન રમેશભાઈ ગોહેલ, જીતુ કોટડીયા, ગેલભઈ, મુનાભાઈ, ભવાનભાઈ અને ભરતભાઈ કરી રહ્યા છે.